
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જુલાઈ મહિનાની જેમ જ ટૂંક સમયમાં શરૂ થનારો ઓગસ્ટ મહિનો પણ ખૂબ જ ખાસ રહેવાનો છે. ઓગસ્ટ મહિનામાં પણ અનેક મહત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે, જેના કારણે કેટલાક શુભ અને લાભદાયી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ મહિનામાં બેક ટુ બેક બે મહત્ત્વના રાજયોગ બનશે જેને કારણે કેટલીક રાશિના જાતકો પર ધનવર્ષા થશે.
મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં ગજલક્ષ્મી રાજયોગ અને લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મિથુન રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ થશે, જેને કારણે ગજલક્ષ્મી રાજયોગ બનાવશે, જેની અસર 20મી ઓગસ્ટ સુધી જોવા મળશે. ત્યાર બાદ 21મી ઓગસ્ટના શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે, જેને કારણે લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે.
આપણ વાંચો: આજનું રાશિફળ (25-07-25): આજે ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ધનલાભ, કરિયરમાં…
એક પછી એક બની રહેલાં આ બે પાવરફૂલ રાજયોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે સોનાના સૂરજ ઉગશે. અમુક રાશિના જાતકો માટે આ બંને રાજયોગ ખૂબ જ લાભ કરાવશે, આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા જોવા મળશે, અને તેમને અપરંપાર ધનલાભ થશે.
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ મિથુન રાશિમાં થઈ રહ્યું છે. આ રાજયોગને કારણે આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. કરિયરમાં પણ વિશેષ લાભ થઈ રહ્યો છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પગારવધારો થશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
કર્કઃ

કર્ક રાશિના જાતકોના જીવનમાં લક્ષ્મીનારાયણ રાજયોગથી પારાવાર લાભ થશે. આ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો સાથ મળશે. ધન-ધાન્યની પ્રાપ્તિ થશે. તમારા અટકી પડેલાં પૈસા પાછા મળશે. ખર્ચમાં ઘટાડો જોવા મળશે. પારિવારિક શાંતિ બની રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ શુકનિયાળ નિવડશે. આ સમયે તમારી તમામ મહેનત રંગ લાવશે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળશે. પરિવારના સભ્યોનો સંપૂર્પણ સાથ-સહકાર મળશે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.