ગુરુ પૂર્ણિમાનો દિવસ ચાર રાશિના જાતકો માટે હશે સ્પેશિયલ, થશે આકસ્મિક ધનલાભ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો જુલાઈ મહિનો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે. આવી જ એક હિલચાલ 48 કલાક બાદ એટલે કે 10મી જુલાઈના થવા જઈ રહી છે.
એ દિવસે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાશે અને આ જ દિવસે ચંદ્રમા ધન રાશિમાં બિરાજમાન થશે. ચંદ્રના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનું પર્વ ખૂબ જ શુકનિયાળ અને નિવડશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે પારાવાર લાભ થઈ રહ્યો છે.
આપણ વાંચો:આજનું રાશિફળ (08-07-25): આજે આ ચાર રાશિના જાતકોને થશે ધનલાભ, ભાગ્યનો મળશે સાથ…
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ ગણવામાં આવ્યો છે, તે દર અઢી દિવસે રાશિ પરિવર્તન કરે છે, જેને કરાણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થતી રહે છે. આવો જોઈએ આ વખતની ગુરુ પૂર્ણિમા કઈ રાશિના જાતકો માટે લાભદાયી રહેવાની છે-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ રહેશે. આ સમયે પરિવારના લોકો સાથે સારો સમય પરાર કરશો. ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો લાભ થશે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીની ઈચ્છા પૂરી થશે. સ્વાસ્થ્ય માટે પણ આ સમય સારો રહેશે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકોને આ સમયે કરિયરમાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. માતાના સ્વાસ્થ્યને લઈને જો ચિંતા સતાવી રહી હતી તો તે દૂર થશે. નવું ઘર કે વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સાથ-સહકાર મળશે, જેને કારણે તેમની અનેક સમસ્યાઓ ઉકેલાઈ જશે. આવકના સ્રોતમાં વધારો જોવા મળશે.
વૃશ્ચિકઃ

આ રાશિના જાતકોને આ સમયે આકસ્મિક ધનલાભ થશે, જેને કારણે તેમની ખુશીનો પાર નહીં રહે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ થશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમયે કામના સ્થળે તમારા સિનિયર્સ તમારી કામ કરવાની શૈલીથી ખુશ થશે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો આ સમયે ઊર્જાવાન મહેસૂસ કરશે. આ સમયે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે, જેને કારણે તમને લાભ થશે. મીડિયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના કામની પ્રશંસા થશે. અટકી પડેલાં કામને પણ વેગ મળશે. ભાઈ-બહેનના સહકારથી જીવનની મુશ્કેલીઓનો અંત આવશે. તમારા વ્યક્તિત્વમાં પણ આ સમયે ફેરફાર જોવા મળશે.