ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Holika Dahan: ચંદ્ર કરશે શુક્રની રાશિમાં ગોચર, આ રાશિના લોકોને થશે જલસા જ જલસા…

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરીને શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે જેની 12 12 રાશિઓ પર અસર જોવા મળે છે. આજે હોલિકા દહન સમયે પણ આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે, જેના વિશે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. આવો જોઈએ કયું છે આ ગોચર અને તેને કારણે કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે.

આજે હોલિકા દહનના દિવસે ચંદ્ર શુક્રની રાશિ તુલામાં ગોચર કરી રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને આ ગોચરનો વિશેષ લાભ મળી રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે ચંદ્ર દર અઢી દિવસે ગોચર કરે છે અને જયોતિષ શાસ્ત્રમાં પણ ચંદ્રને મનોબળ, બુદ્ધિમતા અને કૌશલ્યનો કારક માનવામાં છે. ત્યારે ચંદ્રનું આ ગોચર તમામ રાશિઓને ઓછા વધતા અંશે લાભદાયી રહેવાનો છે. આવો જોઈએ શુક્રની રાશિ તુલામાં ગોચર કરીને ચંદ્ર કોને કોને લાભ કરાવી રહ્યા છે…

મિથુન રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ જો કોઈ પરીક્ષા આપી રહ્યા છે તો એમાં તેમને ચોક્ક્સ સફળતા મળી રહી છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહ્યો છે. લાંબા પ્રવાસ પર જવાના હોવ તો મુસાફરી કરવાનું ટાળવું.

તુલા રાશિમાં જ આ ગોચર થઈ રહ્યું હોવાને કારણે આ રાશિના લોકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોને સારા પરિણામ મળી રહ્યા છે. તેમની આવકમાં પણ વૃદ્ધિ થશે. કોઈ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે અનુકૂળ સમય છે. તમારી કરેલી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થશે.

આ રાશિના જાતકોને શુક્રની રાશિ તુલામાં ચંદ્રનું ગોચર આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. પૈતૃક સંપત્તિમાં પણ ભાગ મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધુ મજબૂત બની રહી છે. કામના સ્થળે પણ ભાગ્યનો અને સહકર્મચારીઓનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

ધન રાશિના લોકોને કામના સ્થળે સફળતા મળી રહી છે. વેપારીઓને આ સમયગાળા દરમિયાન ફાયદો થઈ રહ્યો છે. વેપારીઓને લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોને માનસિક શાંતિનો અનુભવ થશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળે. વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીઓનું આગમન થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button