આર્થિક તંગીને દૂર કરવા ગુરુવારે આ ખાસ ઉપાયો ચોક્કસ કરો… | મુંબઈ સમાચાર
રાશિફળ

આર્થિક તંગીને દૂર કરવા ગુરુવારે આ ખાસ ઉપાયો ચોક્કસ કરો…

હિન્દુ શાસ્ત્રમાં અઠવાડિયાના તમામ વાર કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે અને એ જ દિશામાં વાત કરીએ તો ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુજી અને દેવગુરુ ગણાતા ગુરુ ગ્રહને સમર્પિત છે. આ દિવસે પૂજા વ્રત કરવાથી ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે, સંકટ દૂર થાય છે. આજે અમે અહીં તમને કેટલાક એવા જ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમારા જીવનમાં ખુશહાલી આવશે…

ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે તુલસીની મંજરી સબંધિત કેટલાય ઉપાયો ગુરુવારના દિવસે અચૂક કરવા પડશે. ભગવાન વિષ્ણુજીને તુલસી ખૂબ જ પ્રિય છે અને આ જ કારણે ગુરુવારના ભગવાન વિષ્ણુજીને પ્રસન્ન કરવા તુલસીના અમુક ખાસ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જોઈએ કયા છે આ ઉપયોગ-

સમસ્યાઓના નિવારણ માટે આટલું કરો:

જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે ગુરુવારના દિવસે જલદી ઉઠીને સ્નાન વગેરે કરીને પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. પીળા રંગના વસ્ત્રો વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુની વિધિ- વિધાનથી પૂજા કરીને બાદમાં હળદર અને તુલસીની મંજરી અર્પણ કરો. ત્યાર બાદ 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આ પણ વાંચો: કારતક પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, જીવનભર ઘરમાં રહેશે માતા લક્ષ્મીનો વાસ

આર્થિક સંકટને દૂર કરવા કરો આ ખાસ ઉપાય:

જો તમને કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હોય તો તમારે ગુરુવારનો આ ખાસ ઉપાય કરવો જોઈએ. ગુરુવારે સવારે જલદી સ્નાન કરીને લક્ષ્મીનારાયણની પૂજા કરીને તુલસીની મંજરી અર્પણ કરો. ત્યાર બાદ સાંજે ફરી પૂજા કર્યા બાદ એ મંજરીને ઉઠાવીને લાલ કે પીળા રંગના કપડાંમાં બાંધીને તિજોરીમાં કે પછી જ્યાં પૈસા મૂકતા હોવ એ જગ્યાએ મૂકી રાખો. આ ઉપાય કરવાથી પૈસાની તંગી દૂર થાય છે.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા આ અવશ્ય કરો:

બિઝનેસમાં, કરિયરમાં સફળતા મેળવવા માટે ગુરૂવાર દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજી પૂજા કરો. પૂજા બાદ હળદર, કેસર અને તુલસીની મંજરી અર્પણ કરો. ત્યાર બાદ આ ત્રણેય વસ્તુઓને પીળા રંગના કપડાંમાં લપેટીને દુકાનમાં કે ઓફિસમાં મૂકી રાખો. જીવનમાં સકારાત્મકતા, સફળતાની પ્રાપ્તિ થશે.

આ પણ વાંચો: નવરાત્રિમાં માતાની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય, થશે દરેક મનોકામના પૂર્ણ…

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા કરો આ ખાસ ઉપાય:

ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે ગુરુવાર અને શુક્રવારના દિવસે એક લોટામાં જળમાં થોડું ગંગાજળ અને તુલસીની મંજરી નાખો. સવારે સ્નાન કર્યા બાદ આખા ઘરમાં જળનો છંટકાવ કરી. આ ઉપાય કરવાથી ઘર રહેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. ગુરુવારે અને શુક્રવારે આ ઉપાય કરવાથી ઘરના તમામ કલેશ અને તાણ વગેરે દૂર થાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button