મે મહિનામાં ગુરુ કરશે રાશિ પરિવર્તન, અમુક રાશિના જાતકોને થઈ રહ્યો છે અપરંપાર લાભ…

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ આશરે 13 મહિના બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને તેને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 12 વર્ષનો સમય લાગે છે. મે મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે અને એટલે જ એપ્રિલ મહિનાની સાથે સાથે મે મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દેવગ્રહ ગુરુ ગ્રહ સાત દિવસ બાદ એટલે કે 14મી મેના ગુરુ બુધની રાશિ મિથુનમાં ગોચર કરવા જઈ રહ્યો છે. ગુરુના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિભવિષ્ય (07/05/2025): અમુક રાશિના જાતકો આજે ખાસ સંભાળવું, જોઈ લો તમારી તો રાશિ નથી?
વૃષભ રાશિના રાશિના જાતકોને નવી નોકરી, પ્રમોશન કે બિઝનેસમાં પ્રગતિ વગેરે થઈ શકે છે. ગુરુનું આ ગોચરથી કેટલીક રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે અને કોઈ કામમાં અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરી શકો છો.
તુલા રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ સમયે તમારું નસીબ ચમકી ઉઠશે. બિઝનેસ માટે પ્રવાસ કરશો. કરિયરમાં એક પછી એક સારી તક મળશે. વેપારીઓ પોતાના બિઝનેસનો વિસ્તાર કરશે.
મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યો છે. વૈવાહિક જીવન પણ સારું રહેશે. તમે જે પણ યોજના બનાવશો તેમાં તમને આ સમયે સફળતા મળશે. પ્રોપર્ટીમાં સારો એવો વધારો થઈ શકે છે. વેપારમાં અચાનક ફાયદો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સરકારી કામમાં પણ સફળતા મળી રહી છે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી ચે.