8 કલાક બાદ બનશે પાવરફૂલ યોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભવિષ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. આવો જ એક શુભ યોગ છે 48 કલાક બાદ એટલે કે 21મી નવેમ્બરના બની રહ્યો છે.
આ વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર ટૂંક સમયમાં જ લાગશે અને આ દિવસે ગુરૂવાર હોવાથી તેને ગુરૂ પુષ્ય નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વાહન, પ્રોપર્ટી, કરડાં, ઘરેણા કે નવો વેપાર કરવાનું શુભ માનવામાં આવે છે. આવો જાણીએ 21મી નવેમ્બરના બની રહેલો ગુરૂ પુષ્ય નક્ષત્ર અમુક રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે ગુરૂ પુષ્ય નક્ષત્ર 21મી નવેમ્બરે સવારે 6.49 કલાકે શરૂ થશે અને બપોરે 3.35 મિનિટ પૂરું થશે. આ ઉપરાંત આ દિવસે રવિ યોગ બપોરે 3.35 કલાકથી 22મી નવેમ્બર સવારે 6.50 કલાક સુધી રહેશે અને એની સાથે સાથે અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે,
સવારે 6.49થી બપોરે 3.35 સુધી રહેશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મીનઃ
મીન રાશિના જાતકો માટે આ ગુરુ પુષ્ય નક્ષત્ર લાભગાયી રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. પરિવારમાં લાંબા સમયથી જો કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એનો પણ અંત આવી રહ્યો છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. અધ્યાત્મ તરફ ઝૂકાવ વળશે. આર્થિક તંગીમાંથી છુટકારો મળશે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે ગુરુ પુષ્ય નક્ષત્ર ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. બૌદ્ધિક ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. સરકારી કામ પૂરા થશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી કરનારા લોકો માટે આ સમય સારો રહેશે. આ રાશિના જાતકોને પ્રમોશન સાથે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે ગુરુ પુષ્ય નક્ષત્ર ખૂબ જ લાભદાયી રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આકસ્મિક ધનલાભ થશે. પરિવાર સાથે સમય પસાર કરશો. આવકના નવા નવા સ્રોત્ર ખુલશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલાં જાતકોને પણ લાભ થઈ રહ્યો છે. માતા-પિતા અને ગુરુનો સાથ-સહકાર મળી રહ્યો છે.