Ganeshotsav-2025: આ છે ગણપતિ બાપ્પાની મનગમતી રાશિઓ, ગણેશોત્સવથી શરૂ થશે Golden Period…

હિંદુ ધર્મમાં ગણેશોત્સવનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ જ દિવસે શિવજી અને માતા પાર્વતીજીના લાડકવાયા ગણેશજીનો જન્મ થયો હતો. આવતીકાલે એટલે કે 27મી ઓગસ્ટથી ગણેશોત્સવની શરૂઆત થવા જઈ રહી છે અને 10 દિવસ બાદ તેનું સમાપન થશે.
ભગવાન ગણેશજીની તો તેમના ભક્તો પર સદાય કૃપા વરસતી જોવા મળે છે, પણ જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમના પર બાપ્પાની વિશેષ કૃપા જોવા મળે છે. આ રાશિઓ પર બાપ્પા હંમેશા મહેરબાન રહે છે. આવી પરિસ્થિતિમાં ગણેશોત્સવની સાથે સાથે જ એ રાશિઓનો પણ સોનેરી સમય શરૂ થવલા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

ગણેશજીની મનગમતી રાશિઓની વાત આવે તો એમાં સૌથી પહેલાં આવે મેષ રાશિ. મેષ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. કોઈ નવા કામ માટે આ સમય એકદમ અનુકૂળ રહેવાનો છે. કોઈ જગ્યાએ રોકાણ કરવાથી પણ સારો એવો નફો થઈ રહ્યો છે. જીવનમાં આવી રહેલાં કોઈ અવરોધ પણ દૂર થઈ રહ્યા છે.

કર્ક રાશિના જાતકોને આ સમયે કરિયરમાં નવી નવી તક મળશે. કામના સ્થળે તમને તમારા કામમાં સફળતા મળશે. પ્રગતિના રસ્તા ખુલી રહ્યા છે. ગણેશજીની કૃપાથી પારિવારિક જીવન સુખદ રહેવાનો છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ રહી છે. ગણેશોત્સવથી આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે.

વૃશ્ચિક રાશિ પણ ગણપતિની મનગમતી રાશિ છે એટલે આ રાશિના જાતકો પર તેમની વિશેષ કૃપા રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય સંબંધોમાં મિઠાશ લઈને આવી રહ્યો છે. વૈવાહિક જીવન પણ ખુશહાલ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે. પ્રગતિ અને સફળતાના નવા નવા માર્ગ ખુલી રહ્યા છે.

કુંભ રાશિના જાતકોને પણ ગણેશોત્સવથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સમયે ટાર્ગેટ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. સંતાન સાથે સારો સમય પસાર કરશો. કરિયરમાં સફળતા મળશે. ગણપતિજીની વિશેષ કૃપા કુંભ રાશિના જાતકો પર હંમેશા રહે છે.
આ પણ વાંચો…ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપ્પાની સાથે કરો પંચદેવની પૂજા: જાણો શું થશે ફાયદા?