બની રહ્યો છે ગજકેસરી યોગ, રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ તો છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ અને સૌથી ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે. શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે જ્યારે ચંદ્ર દર અઢી દિવસે ગોચર છે. ચંદ્રના આટલા ઝડપથી ગોચર કરવાને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થતી જ રહે છે. ચંદ્રના ગોચરને કારણે આવો જ એક યોગ 72 કલાક બાદ એટલે કે 20મી એપ્રિલના બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને બંપર લાભ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર 20મી એપ્રિલના સાંજે 6.04 કલાકે મકર રાશિમાં ચંદ્ર પ્રવેશ કરશે અને 23મી એપ્રિલ સુધી આ રાશિમાં જ બિરાજમાન રહેશે. ચંદ્રના આ રાશિ પરિવર્તનને કારણે ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (17/04/2025): આજના દિવસે આટલી રાશિના જાતકોને ચેતવવાનું જરુરી રહેશે, જોઈ લો તમારી રાશિ તો નથી?
આ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ખૂબ જ લાભદાયી થઈ રહ્યો છે. પરિવર્તન અને પ્રગતિના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. લક્ષ્યપ્રાપ્તિ થઈ રહી છે. આ સમયગાળામાં રોકાણ કરવું લાભદાયી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે.
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. આ સમય તમને ફાયદો કરાવી રહ્યો છે. આ રાશિના જાતકોને શિક્ષણક્ષેત્રે ખૂબ જ લાભ થશે. તમારી બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન વગેરે થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
કુઁભ રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્યના દરવાજા ખોલનારો સાબિત થશે. આ રાશિના જાતકોના ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. તમારા કામમાં માતાનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. મહેનત અને સમર્પણનું ફળ મળશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. તમારા સૂચનોને આવકારવામાં આવશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.