દશેરાથી દિવાળી સુધી આ ભૂલો કરવાનું ટાળો, ઘરની બહાર દેખાય કે રાખશો આ વસ્તુઓ તો તો પછી…

2025નું વર્ષ અત્યાર સુધી ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને એમાં પણ ચાલી રહેલો ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે.આવું એટલા માટે કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત જ દશેરાથી થઈ અને હવે શરદ પૂર્ણિમા, કરવા ચૌથ, દિવાળી, ધન તેરસ, નવું વર્ષ, ભાઈબીજ સહિતના અનેક મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે. પરંતુ આ સમયે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું…
દશેરાથી દિવાળી સુધી અનેક મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે અને એને કારણે કેટલીક ખાસ સાવધાનીઓ રાખવાની જરૂરી છે. અધ્યાત્મિક ગ્રંથ અને પ્રાચીન પરંપરાઓ અનુસાર દશેરાથી દિવાલી સુધીનો સમય દિવ્ય ઊર્જાથી ભરપૂર રહે છે, પણ આ સમયે બ્લેક મેજિક, તંત્ર-મંત્ર જેવી નકારાત્મક ઊર્જા પણ આ સમયે પ્રબળ હોય છે.
આ પણ વાંચો: દિવાળી 2025 ક્યારે છે? જાણો ધનતેરસથી ભાઈબીજની તારીખ, લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત…
આ સમયે તમારી આભા અને ઊર્જા ખૂબ જ સંવેદનશીલ હોય છે એટલે સાવધાની રાખવાની જરૂર છે. દશેરાથી દિવાળી સુધી તમારે કંઈ પણ ખરાબ કરવાથી બચવું જોઈએ, આવો જોઈએ આખરે કઈ છે આ બાબતો કે જેની સાવધાની રાખવાની જરૂર છે-
- દશેરાથી દિવાળી સુધીના સમયગાળા દરમિયાન ઘરની બહાર પડેલાં લીંબુ કે રાખને સ્પર્શ કરવાથી બચો
- મંદિર કે રસ્તા પડેલાં પૈસા કે સિક્કાને ના ઉપાડો
- કોઈ પણ અજાણી વ્યક્તિના હાથે પ્રસાદ કે પછી મિઠાઈ ના સ્વીકારો
- ઘરની બહાર આખી-આખી રાત પોતાના શૂઝ કે ચંપલ ના ઉતારો
- ઘરની અંદર આ સમયે કોઈ દોરા-ધાગા કે અજીબ કપડાં દેખાય તો તેને બહાર ફેંકી દો
- રાતના સમયે ઝાડૂને ઘરની બહાર ના મૂકો
- ઘરની બહાર ક્યારેય વાળના ગુચ્છા ના જમા થવા દો અને કાંસકામાં રહેલા વાળને એવી જગ્યાએ નાખો જ્યાં કોઈની નજર ના પડે
આ પણ વાંચો: સતત ત્રીજા વર્ષે દિવાળી પછી આવશે ધોકોઃ જાણો શું છે કારણ
દિવાળી સુધી આ વાતોનું ખાસ ધ્યાન રાખો. આ બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઓરાને નકારાત્મક ઊર્જાથી દૂર રાખી શકશો. આની સાથે સાથે તમારી એનર્જી પણ જળવાઈ રહેશે. શક્ય હોય તો દશેરાથી દિવાળી સુધી સારા અને સત્કાર્ય કરો. કોઈ પણ નેગેટિવ વિચારોને તમારા પર હાવી ના થવા દો.