હીરો પહેરવાથી આવશે મુશ્કેલીઓ! આ 5 રાશિના જાતકોએ ડાયમંડ્સ પહેરવાનું ટાળવું જોઈએ

ભારતીય મહિલાઓને સોના અને હીરાના ઘરેણાંનો શોખ હોય જ છે અને ડાયમંડ અને ડાયમંડની જ્વેલરી પહેરવાનું કોને ના પસંદ હોય? ઘણી વખત એવું પણ બને છે કે હીરા કેટલાક લોકોને સૂટ નથી થતાં. આજે અમે અહીં તમને જણાવીશું કેટલીક એવી રાશિઓ વિશે તે જેમને હીરા નથી સૂટ થતાં અને એમને હીરાની વીંટી કે ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ. આ રાશિઓના જાતકોને હીરા પહેરતાં જ મુશ્કેલીઓ, દુઃખો ઘેરી વળે છે. ચાલો જોઈ લો તમારી રાશિ પણ તો નથી ને આ યાદીમાં?

મેષ રાશિના જાતકોને ડાયમંડ્સ નથી સૂટ થતા એટલે તેમણે ડાયમંડ્સ કે ડાયમંડ્સ જ્વેલરી પહેરવાનું ટાળવું જોઈએ. ડાયમંડ્સ પહેરવાથી આ રાશિના જાતકોના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી પડે છે.

સિંહ રાશિના જાતકોએ પણ ડાયમંડ્સની જ્વેલરી, વીંટી વગેરે ના પહેરવી જોઈએ. ડાયમંડ્સ પહેરવાથી આ રાશિના જાતકોની કુંડળીમાં સૂર્ય અને શુક્ર વચ્ચેના સંબંધો બનવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને દુઃખો તમને ઘેરી વળશે.

આ રાશિના જાતકોએ પણ હીરો કે હીરાના ઘરેણાં પહેરવાથી બચવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકો જો હીરો પહેરે તો મંગળ અને શુક્ર વચ્ચે શત્રુતા વધવાની શક્યકા છે અને એને કારણે આ રાશિના જાતકોના દુઃખ, દર્દના પહાડ તૂટી પડશે અને એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગે છે.

ધન રાશિના જાતકોએ પણ ડાયમંડ્સ કે ડાયમંડ્સ જ્વેલરીથી દૂર જ રહેવું જોઈએ. જો આ રાશિના જાતકો ડાયમંડ્સ પહેરે છે તો તેમના જીવનમાં જાત જાતની સમસ્યાઓ આવી પડે છે અને તેમનો ખરાબ સમય શરૂ થઈ જાય છે.

મીન રાશિના જાતકોએ પણ ડાયમંડ્સની વીંટી વગેરે પહેરવાથી બચવું જોઈએ કારણ કે આવું કરવાથી તમને એક નહીં અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી શકે છે. ડાયમંડ્સ તમારી રાશિ માટે અશુભ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો…18 વર્ષે સૂર્ય અને કેતુની થશે યુતિ, આ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધશે, થશે છપ્પરફાડ ધનવર્ષા…