ધનતેરસ પર એક સાથે થશે બે રાજયોગનું નિર્માણ, પાંચ રાશિના જાતકો પર થશે અપરંપાર ધનવર્ષા…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતે દિપોત્સવ એટલે કે દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરશે. ગ્રહોના ગોચરને કારણે વિવિધ રાજયોગનું નિર્માણ થશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે. આ વખતે ધનતેરસ પર એક સાથે બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યા છે. ચાલો જોઈએ કયા છે આ બે રાજયોગ અને એના નિર્માણથી કઈ રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ રહ્યા છે-
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે ધનતેરસ પર અનેક ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે અને આ દિવસે હંસ રાજયોગ, બુદ્ધાદિત્ય રાજયોગ અને બ્રહ્મ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમે ગુરુ ગોચર કરીને પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે જેને કારણે હંસ રાજયોગનું નિર્માણ થશે. આ સિવાય બુધ અને સૂર્યની યુતિ થઈને બુદ્ધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત આ દિવસે બ્રહ્મ રાજયોગનો શુભ યોગ પણ બની રહ્યો છે.
ધનતેરસ પર બની રહેલાં આ શુભ સંયોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે ધનલાભ થશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે, એવું જ્યોતિષાચાર્યે વધુમાં જણાવ્યું હતું.
કર્ક રાશિના જાતકોને આ ધનતેરસ પર ખૂબ જ લાભ થઈ રહ્યો છે. વાહન, પ્રોપર્ટી વગેરે ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. પૈસા કમાવવાની નવી નવી તક સામે આવશે. નવી નોકરીની ઓફર સામે આવી રહી છે. કોઈ અધૂરી ઈચ્છા પૂરી થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ રહી છે. મન પ્રસન્ન રહેશે.
કન્યા રાશિમાં સૂર્ય અને બુધની યુતિ થતાં બુદ્ધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમયે આ રાશિના જાતકો લાભ જ લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. પ્રોપર્ટી વગેરે ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમય સારો રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ પણ સફળતા મળશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે.
મિથુન રાશિના જાતકોને ધનતેરસ બાદથી જ પ્રોપર્ટી વગેરે ખરીદશો. તમારી લીડરશિપ ક્વોલિટીથી તમે બધાને પ્રભાવિત કરશો. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તે પણ દૂર થશે. કળાત્મક કાર્યમાં તમારો રસ વધશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમયગાળો લાભદાયી રહેવાનો છે. આ સમયે બિઝનેસ કરી રહેલાં લોકોને પણ સારો એવો નફો થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન કે પગારવધારો થશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્યના દરવાજા ખોલનારો રહેશે. બોનસ વગેરે મળી શકે છે. પરિવાર તરફથી તમને કોઈ સારી ભેટ વગેરે મળશે. તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. સફળતા અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશો. તમારી વાણી અને વર્તનથી તમે લોકોનો વિશ્વાસ જિતવામાં સફળ થશો.