ચાર દિવસ પછી બની રહ્યો છે ધનશક્તિ યોગ, આ રાશિઓને જલસા જ જલસા…

જયોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોની યુતિથી બનતા શુભ અશુભ યોગની માહિતી આપવામાં આવી છે અને આવો જ એક શુભ યોગ ચાર દિવસ બાદ કુંભ રાશિમાં બની રહ્યો છે, જેની અનેક રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે, એના વિશે જ આપણે આજે અહીં વાત કરવાના છીએ. આવો જોઈએ કયો છે આ યોગ અને કઈ કઈ રાશિના જાતકો પર તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે.
સુખ અને ધનના કારક શુક્રએ સાતમી માર્ચના જ કુંભ રાશિમાં ગોચર કર્યું છે. હવે ચાર દિવસ બાદ એટલે કે 15મી માર્ચના દિવસે ગ્રહોના સેનાપતિ મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યોતિષીઓની ગણતરી અનુસાર કુંભ રાશિમાં શુક્ર અને મંગળની યુતિ થવાથી ધનશક્તિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે અમુક રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ રહ્યો છે. નામ પ્રમાણે જ આ યોજના નિર્માણથી આ રાશિના લોકોને ધનલાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મેષ:

ધનશક્તિ યોગનો સૌથી વધુ લાભ મેળવનારી રાશિઓમાં મેષ રાશિ એકદમ ઉપર છે. આ યોગને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. પૈસાની તંગી અનુભવતા હશો તો એ પણ દૂર થઈ જણાઈ રહી છે. આવકમાં વૃદ્ધિ થાય તમારી ખુશીનો પાર નહીં રહે. વેપારીઓ માટે પણ આ સમય સારો રહેશે. કોઈ જગ્યાએ પૈસા રોક્યા હશે તો તે ડબલ થઈ રહ્યા છે.
મિથુન:

મિથુન રાશિના જાતકોને પણ આ યોગથી લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરી કરી રહેલા લોકોને આ સમયગાળામાં પ્રમોશન કે ઈનક્રીમેન્ટ મળવાના યોગ છે. ખર્ચ કરવાની સાથે સાથે પૈસાની બચત પણ કરશો. પર્સનાલિટીમાં સુધારો જોવા મળશે. કોઈ જગ્યાએ પ્રવાસ પર જઈ શકો છો.
કુંભ:

કુંભ રાશિમાં જ આ યોગ બની રહ્યો હોવાને કારણે આ રાશિના જાતકોને પણ એનો લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. આ રાશિના લોકો પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા વરસી શકે છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે પદોન્નતિ મળી રહી છે. પૈસા કમાવાની સાથે સાથે બચાવવાનું પણ શરૂ કરશો.