રાશિફળ

આજનું રાશિફળ (09-01-26): ગ્રહોની બદલાતી ચાલથી આ રાશિના જાતકોને થશે લાભ, જોઈ લો શુક્રવારનો દિવસ કેવો રહેશે તમારા માટે…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે બિઝનેસ કરી રહેલાં લોકોને સારો એવો લાભ થઈ રહ્યો છે. ભૌતિક સુખ-સુવિધાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. કોઈ પરીક્ષા આપી હશે તો આજે એના પરિણામો આવી શકે છે. તમે આજે બીજાની વાતોને મહત્ત્વ આપીને એને સમજવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. તમે આજે તમારી સામે આવેલા પડકારોનો સામનો કરીને તેમાંથી બહાર આવશે. કાયદાકીય બાબતમાં આજે તમારી જિત થઈ રહી છે અને એને કારણે તમને માનસિક શાંતિનો અહેસાસ થશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. પાર્ટનરશિપમાં આજે તમે કોઈ કામની શરૂઆત કરશો અને આ પાર્ટનરશિપથી તમને ભવિષ્યમાં સારો એવો લાભ થશે. આજે તમે તમારા લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરશો. જીવનસાથીને લઈને તમે આજે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આજે દરેક કામમાં સફળતા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. ઘર કે ઓફિસના રિનોવેશન વગેરેનો વિચાર કરી શકો છો. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો આજે તે એ જવાબદારી પૂરી કરશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે પ્રમોશન વગેરે મળવાના યોગ છે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ઠીક-ઠાક રહેવાનો છે. આજે નોકરી શોધી રહેલાં જાતકોની શોધ પૂરી થશે અને કોઈ સારી નોકરી મળશે. આજે તમારે કામના સ્થળે કોઈ બીજાની સલાહ લઈને એને અનુસરવાનું ટાળવું પડશે, એના કરતાં કોઈ પોતાના વ્યક્તિની મદદ લેવાનું રાખો. આજે પારિવારિક સંબંધોમાં મધુરતા વધી રહી છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે અને બહારનું ખાવાનું ટાળો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાબદાયી રહેવાનો છે. આજે બિઝનેસમાં તમારે પૈસાની લેવડદેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. કોઈ પણ કામમાં આજે તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો જ એમાં સફળતા મળી રહી છે. દાંપત્ય જીવન ખુશ-ખુશહાલ રહેશે. સંતાન પાસેથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે કોઈ પ્રતિયોગી પરીક્ષાનું ફોર્મ ભરશે. આજે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પણ સરળતાથી પાછા મળી રહ્યા છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે સમાજસેવાના કાર્ય કરીને નામ કમાવશો. તમારા માન-સન્માનમાં આજે વૃદ્ધિ થશે. જીવનસાથી માટે આજે કોઈ ભેટસોગાદ લેશો. ઘરના રિનોવેશન પર સારી એવી રકમ ખર્ચ કરશો. મહિલાઓ માટે આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. આજે કોઈ બીજાના વિવાદમાં બોલવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ જશો. તમારા ગુસ્સા પર તમારે કાબુ રાખવું પડશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો વાદ-વિવાદ થઈ શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શાનદાર રહેશે. આજે તમે કોઈ નવી આદતથી દિવસની શરૂઆત કરશો. આજે રચનાત્મક અને સર્જનાત્મક કાર્યમાં તમને રસ પડી શકે છે. તમારી મહેનતનું આજે તમને પૂરેપૂરું પરિણામ મળી રહ્યું છે. તમારા વાણી અને વર્તનથી આજે તમે લોકોનું દિલ જિતવાનો પ્રયાસ કરશો. આજે તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે દિવસ ખૂબ જ લાભદાયી છે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો ચઢાવ ઉતારવાળો રહેશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે આજે તમારા આઈડિયા અને વિચારોને આવકારવામાં આવશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે. ઘરની સાફ-સફાઈ દરમિયાન તમારી ખોવાયેલી અને મનગમતી વસ્તુ આજે પાછી મળી શકે છે. આજે તમે મિત્રો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો આજે તમને એ પૈસા પાછા મળી શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી તરફેણમાં રહેવાનો છે. આજે તમે મહેનતથી કોઈ પણ કામ કરશો એમાં તમને પૂરેપૂરી સફળતા મળી રહી છે. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે જરૂરિયાતમંદની મદદ કરવાનો કોઈ મોકો મળે તો તમારે ચોક્કસ જ એની મદદ કરવી જોઈએ. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થતાં મહેમાનોની અવરજવર રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુ માંગી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે કામ માટે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માંગતા લોકો આજનો દિવસ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે આજે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. આજે તમારી આવકમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિદેશથી વેપાર કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. બહારનું ખાવા-પીવાથી તમારે બચવું પડશે. આજે ઘરમાં કોઈના વિવાહ પ્રસ્તાવ પર મહોર લાગી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિઝનેસમાં ફેરફાર કરવા માંગતા લોકો માટે આજનો દિવસ ફળદાયી રહેવાનો છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફકવા જવાનું પ્લાનિંગ કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પૈસાની લેવડદેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખો, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. આજે ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો તમારા માટે વધારે સારું રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ વધારે મહેનત કરવાનો રહેશે. વધારે મહેનત તમારા માટે સફળતા અને નામના પણ લઈને આવશે. કામના સ્થળે તમારા વિચારોને આવકારવામાં આવશે. આજે દરેક કામમાં ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. રચનાત્મક કાર્યમાં આજે તમારો રસ વધી રહ્યો છે. માતા-પિતાની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, એટલે એને અવગણશો નહીં. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. સાસરિયાઓમાંથી કોઈ આજે તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે નવી નવી વસ્તુઓ કરવા અને શીખવામાં તમારો રસ રહેશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો આજે એમાં પણ તમને સફળતા મળી રહી છે. વિદ્યાર્થીઓને આજે તેમની સફળતા માટે શિક્ષકો અને વડીલોની વાહવાહી મળી શકે છે. કોઈ પણ કામમાં આજે તમને જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આર્થિક બાબતોમાં આજે દિવસ તમારી તરફેણમાં રહેશે. આજે તમે જમીન, પ્રોપર્ટી કે ઘર વગેરે ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખો.

આ પણ વાંચો : ગ્રહોના રાજકુમાર બુધ એક વર્ષે બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button