રાશિફળ

આજનું રાશિફળ (08-01-26): ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા મનમાં કોઈ વ્યક્તિને લઈને ઈર્ષ્યાનો ભાવ ના રાખવો જોઈએ. જો કોઈ શારીરિર સમસ્યાને લઈને જો જરા પણ લાપરવાહી દેખાડશો તો આગળ જતાં તમારી આ લાપરવાહી તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. આજે તમારે કોઈ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવાનું થશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હશે તો તેનો પણ આજે ઉકેલ આવી રહ્યો છે અને તમે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે એ જવાબદારીને સારી રીતે પૂરી કરશે.

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ એકદમ અનુકૂળ રહેશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આજે તમે તમારી આવક વધારવા પર પૂરેપૂરું ધ્યાન આપશો. જો કોર્ટ કચેરી સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો હશે તો તમને એમાં પણ સફળતા મળી રહી છે. આજે કોઈ સાથે કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે ભાઈ-બહેન પાસેથી કોઈ કામને લઈને મદદ માંગ હશે તો તે પણ સરળતાથી મળી જશે. મિત્રોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે કોઈ ધાર્મિક આયોજનમાં સહભાગી થશો. રાજકારણ સાથે સંકળાયેલાં લોકોએ આજે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આજે તમે તમારી રહેણી-કરણીમાં સુધારો લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. આજે તમે ઘર માટે કોઈ નવી વસ્તુઓની ખરીદી કરશો. તમારા રોજબરોજના રૂટિનમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો એને થોડા સમયે માટે ટાળી દો. લાંબા સમયથી જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એનો ઉકેલ આવી રહ્યો છે. લાંબા સમય બાદ કોઈ મિત્ર સાથે આજે મુલાકાત થઈ શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેવાનો છે. આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. આજે તમારી આસપાસના અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું પડશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. બિઝનેસ કરી રહેલાં જાતકો આજે પાર્ટનરશિપમાં કંઈક નવું કામ શરૂ કરવાની યોજના બનાવશો. જીવનસાથી સાથે આજે તમે રોમેન્ટિક સમય પસાર કરશો, જેને કારણે તમારા સંબંધોમાં મજબૂત આવશે. આજે પિતાએ કહેલી કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે, પણ તમે એમને કંઈ પણ કહેવાનું ટાળશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે જ ખાસ રહેશે. દાંપત્ય જીવનમાં આજે તમે તાલમેલ જાળવીને આગળ ચાલશો તો તમારા માટે સારું રહેશે. વિરોધીઓ આજે તમારા કામમાં અવરોધ નાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે, પણ તમારી ઈચ્છાશક્તિને કારણે તેઓ તમારું કંઈ જ નહીં બગાડી શકે. આજે તમારે સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશો. નોકરી કરી રહેલાં જાતકોને જો કોઈ સમસ્યા સતાવી રહી છે, એટલે તેઓ કોઈ બીજી જગ્યાએ અરજી કરવાનું પ્લાનિંગ કરશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મનની ઈચ્છા પૂરી કરનારો કરનારો રહેશે. જીવનસાથી માટે તમે આજે કોઈ ગિફ્ટ વગેરે લાવીશકો છો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમે માતા-પિતાની સેવા માટે સમય કાઢશો. જો કામના સ્થળે તમને કોઈ સમસ્યા સતાવી રહી છે તો એના માટે તમારા બોસ કે ઉપરી અધિકારી સાથે ચોક્કસ વાત કરવી પડશે. બિઝનેસ કરી રહેલાં જાતકો આજે પોતાના બિઝનેસને વિદેશ લઈ જવાની યોજના બનાવશે. આજે તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો પડશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે સરળતાથી પૂરી કરશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના વધી રહેલાં ખર્ચા પર નિયંત્રણ રાખવાનો રહેશે. નોકરી કરી રહેલાં જાતકો આજે પોતાના કામને લઈને વધારે પડતાં જ વ્યસ્ત રહેશે. આજે તમારી સામે કેટલાક એવા અણધાર્યા ખર્ચ આવી જશે, જે તમારે તમારી ઈચ્છા ના હોવા છતાં પણ કરવા પડશે. સંતાનના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તમને સતાવી શકે છે, જેને કારણે તમે થોડા સ્ટ્રેસમાં રહેશો. પારિવારિક બાબતોને કારણે આજે તમારું મન થોડું વધારે પરેશાન રહેશો. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે શેન ના કરવી જોઈએ.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઉથલપાલથી ભરપૂર રહેવાનો છે, આજે તમને તમારી મહેનત પર પૂરેપૂરો ભરોસો રાખવો પડશે. સમાજસેવાના કાર્યમાં પણ આજે તમારો રસ વધી રહ્યો છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. આજે તમે તમારા ગુસ્સા પર કન્ટ્રોલ રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. તમારી આસપાસના અજાણ્યા લોકો પર તમારે ભરોસો કરવાથી બપચવું પડશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે પોતાના પાર્ટનર સાથે વાતચીત કરવી પડશે, ત્યારે જ તમે તમારા કામમાં આગળ વથી શકશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે તમારા જરૂરી કામ આવતીકાલ પર ટાળવાથી બચવું પડશે. પારિવારિક સમસ્યાઓનો તમારે સાથે બેસીને ઉકેલ લાવવો પડશે, તો જ તમારા માટે સારું રહેશે. જીવનસાથી માટે કોઈ નવો બિઝનેસ કે સેટઅપ પ્લાન વિચારશો. આજે કોઈ વાતને લઈને તમારું મન પરેશાન રહેશે, અને તમે તમારી આ મૂંઝવણ તમારા પિતાજી સાથે શેર કરશે. જો તમારું કોઈ કામ પૂરું થવામાં તમને સમસ્યા આવી રહી હતી તો આજે તમારું એ કામ પણ પૂરું થઈ રહ્યું છે. કોઈને આજે વણમાંગી સલાહ આપવાનું ટાળો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબાદારીપૂર્વક કામ કરવાનો રહેશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમે કોઈ જગ્યાએ રોકાણ કરશો તો તમને સારું એવું વળતર મળી રહ્યું છે. ખાણી-પીણીની આદતોમાં આજે તમે થોડા ફેરફારો લાવશો. આજે તમારે કોઈ પણ કામમાં લાપરવાહી દેખાડવાથી બચવું પડશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારું મન પ્રસન્ન રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. તમારા કામને લઈને આજે તમે થોડી ભાગદોડ કરવી પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે મિત્રો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે વિના કારણ કોઈ બીજાના મામલામાં બોલવાથી બચો, નહીં તો વાદ-વિવાદ વધી શકે છે. અધ્યાત્મ અને ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહી છે. આજે કોઈ જગ્યાએ લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. તમારે તમારા કામ સમય પર પૂરા કરવાની જરૂર છે, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમણે એના માટે શિક્ષક કે વડીલો સાથે વાત કરવી પડશે.

મીન રાશિના સમાજસેવાના કામ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારા માન-સન્માનમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિએ પણ તમને તમારા કામમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે નોકરીની સારી સારી ઓફર આવી શકે છે. માતા-પિતા સાથે સંપત્તિને લઈને આજે કોઈ વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ જગ્યાએ તમારે અચાનક યાત્રા પર જવું પડી શકે છે અને આ યાત્રાથી તમને ચોક્કસ જ લાભ થઈ રહ્યો છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ વગેરે પ્લાન કરી શકે છે.

આ પણ વાંચો : સાત દિવસ બાદ રાજા જેવું જીવન જીવશે આ ચાર રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button