બુધ અને શુક્રની યુતિથી બનશે ખાસ યોગ, 23મી નવેમ્બરથી આ રાશિના જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો…

વૈદિક પંચાગ અનુસાર નવેમ્બર મહિનામાં તુલા રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે. બુધ અને શુક્રની યુતિ થતાં ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે, પણ કેટલીક રાશિઓ એવી છે કે જેમના પર આ યોગની ખાસ અસર જોવા મળશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 23મી નવેમ્બરના રોજ તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતિ થશે. આ યુતિને કારણે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ સમયે આ રાશિના જાતકોને નવી નોકરી મળવાની સાથે સાથે નાણાંકીય લાભ થવાની પણ શક્યતા છે. આ સમયે વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
આપણ વાચો: આજનું રાશિફળ (16-11-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…
તુલાઃ

તુલા રાશિના જાકકો માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થશે. તમારું વ્યક્તિત્વ ખિલી ઉઠશે. તમારી સામે નવી નવી તક આવશે અને તમે યોગ્ય નિર્ણય લેશો. બિઝનેસ કરી રહેલાં લોકો કે નોકરી કરી રહેલાં લોકોની આવકમાં વધારો થશે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ આ સમયે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે શુક્ર અને બુધની યુતિ શુભ સાબિત થશે. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમારા કામ અને બિઝનેસમાં પણ નોંધપાત્ર પ્રગતિ થશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે નવી નવી તક મળી શકે છે. બેરોજગાર લોકોને આ સમયે નોકરી કરશે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળી રહ્યું છે. સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ફાયદાકારક રહેશે. આ સમયે તમારી સુખ-સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. વૈભવી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચ કરશો. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. પરિવારમાં પણ સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહેશે. મિત્રો અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યું છે.


