48 કલાક બાદ બુધ અને મંગળની થશે દુર્લભ યુતિ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ બુદ્ધિ, વાણી અને વ્યવસાય સાથે છે. જ્યારે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળનો સંબંધ હિંમત, બહાદુરી, સંપત્તિ અને ક્રોધનો કારક માનવામાં આવે છે. 48 કલાક બાદ બુધ અને મંગળની યુતિ થઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને અપરંપાર ધનલાભ થવાની સાથે સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 17મી જાન્યુઆરીના રોજ મંગળ અને બુધની મકર રાશિમાં યુતિ થઈ રહી છે. આ યુતિને કારણે મેષથી મીન રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. પરંતુ કેટલીક એવી વિશેષ રાશિઓ છે કે જેમને મંગળ અને બુધની યુતિથી વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથે મળવાની સાથે સાથે ધનલાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આપણ વાચો: આજનું રાશિફળ (15-01-26): ગુરુવારનો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે જાણી લો એક ક્લિક પર…
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે મંગળ અને બુધની યુતિ જીવનમાં સકારાત્મક ફેરફારો લઈને આવી રહી છે. આ યુતિને કારણે પ્રોપર્ટી અને પારિવારિક બાબતો તમારી તરફેણમાં રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો જોવા મળશે. આ સમયે વાહન કે પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ રહી છે. કારકિર્દીમાં પણ પ્રહગતિ થશે. નોકરી કરી રહેલાં જાતકોને પગાર વગારો કે પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. માતા સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે.
સિંહઃ

મકર રાશિમાં મંગળ અને બુધની થઈ રહેલી યુતિ સિંહ રાશિના જાતકોમ માટે શુભ સાબિત થશે. આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વૃદ્ધિ થશે. જો લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ પૂરું થશે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તમને આ સમયે તમારા જૂના રોકાણથી પણ લાભ થઈ રહ્યો છે. વિદેશમાં વેપાર કરી રહેલાં જાતકોને આ સમયે અનુકૂળ ફાયદો થશે. ભાઈ-બહેનનો પણ સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.
મકરઃ

મકર રાશિમાં જ બુધ અને મંગળની યુતિ થઈ રહી છે જે આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયે તમારી પ્રસિદ્ધિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. નોકરી કરી રહેલાં જાતકોને પ્રમોશન વગેરે મળી શકે છે. પગાર વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આ સમયે તમને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. વૈવાહિક જીવનમાં અદ્ભૂત રહેશે. કુંવારા લોકો માટે પણ આ સમયે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.

