મહાનવમીથી શરૂ થશે ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?

આ વર્ષે શારદીય નવરાત્રિ મહાનવમી પહેલી ઓક્ટોબરના ઉજવવામાં આવશે અને આ વખતની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે, કારણ કે આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે અનેક શુભાશુભ યોગનું નિર્માણ થાય છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ વખતની નવમી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ દિવસે કેટલીક રાશિના જાતકો માટે આ મહાનવમી ખુશીઓનો ખજાનો લઈને આવવવાની છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતની મહાનવમી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ સમયે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ સમયે બુધ પોતાની જ રાશિમાં બિરાજમાન રહેશે, જેને કારણે ભદ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે સાથે સુર્ય-યમના સંયોગથી નવપંચમ અને શુક્ર અને ગુરુના સંયોગથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ઉપરાંત આ દિવસે મહાનવમી દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. ગ્રહ અને નક્ષત્રની આ દુર્લભ અને વિશેષ સ્થિતિથી મહાનવમીનો દિવસ વધારે ખાસ બની રહ્યો છે. આ સમય અમુક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે અપરંપાર લાભ પણ થઈ રહ્યો છે. ચાલો, જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ રાશિના જાતકો માટે આ મહાનવમી કોઈ વરદાન સમાન રહેશે. લાંબા સમયથી જો કરિયરમાં કોઈ અવરોધ આવી રહ્યા હશે તો તે પણ ખતમ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારીઓને આકસ્મિક લાભ થઈ રહ્યો છે. જૂની ડીલ ફાઈનલ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ ખુશહાલી આવશે.
સિંહ રાશિના જાતકોને આ સમયે માતા દુર્ગાના વિશેષ આશિર્વાદ મળશે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. વિદ્યાર્થીઓને પણ આ સમયે સફળતા મળશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહેશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરશો તો લાભ થઈ રહ્યો છે.
કન્યા રાશિના જાતકો માટે મહાનવમી ભાગ્યનો દરવાજો ખોલનારી રહેશે. એટકી પડેલાં કામ પણ ઝડપથી બની રહ્યા છે. કરિયરમાં કોઈ નવી નવી તક મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આ સમય બિઝનેસના એક્સ્પાન્શન માટે ખૂબ જ સારો રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.