શનિ અને બુધ બનાવશે વિશેષ યોગ, પાંચ રાશિના જાતકોને બખ્ખાં જ બખ્ખાં, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2024ની જેમ જ 2025નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. આખા વર્ષ દરમિયાન અનેk મહત્વના ગ્રહો ગોચર કરશે અને વિવિધ યોગનું નિર્માણ કરશે. આવો જ એક યોગ આઠમી ફેબ્રુઆરીના યોજાવા જઈ રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોના દિવસ બદલાઈ જશે. ચાલો જોઈએ કયો છે આ યોગ અને એને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય જણાવ્યું અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ બંને મળીને દ્વિદ્વાદશ યોગ બનાવી રહ્યા છે. ગ્રહોની અમુક ખાસ સ્થિતિને કારણે આ યોગનું નિર્માણ થતું હોય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ બે ગ્રહ એકબીજાથી બીજા અને બારમા ભાવમાં સ્થિત હોય છે ત્યારે આ યોગ બને છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ બુધ અને શનિ બંને મળીને આ યોગ બનાવી રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય જાગી ઉઠશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ…
જ્યોતિષશાસ્ત્રમાં બુધનો સબંધ વાણી, વેપાર સાથે જોડવામાં આવે છે જ્યારે શનિને કર્મ અનુસાર ફળ આપનાર અને સ્થાયિત્વનો કારક માનવામાં આવે છે.
મેષ:
મેષ રાશિના જાતકોએ આ યોગ બનવાને કારણે કરિયરમાં લાભ થશે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. કામના સ્થળે ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંશા કરશે, જેને કારણે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. બેન્કિંગ કે સેલ્સ સાથે સંકળાયેલા લોકોને આ સમયે ખાસ લાભ થશે.
વૃષભ:
આ રાશિના લોકો માટે આ યોગ પારિવારિક જીવનમાં સુખ અને આર્થિક સ્થિરતા પ્રદાન કરનારો સાબિત થશે. આર્થિકસ્થિતિ પહેલા કરતાં વધરે મજબૂત થશે. ઘર પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. જો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો એમાં પણ રાહત મળે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર તેમ જ કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે અનુકૂળ સમય છે.
કન્યા:
કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને કરિયરમાં દ્વિદ્વાદશ યોગ મોટી સફળતા અપાવશે. વિદ્યાર્થીઓ તેમ જ નોકરી કરે રહેલાં લોકો માટે આ લાભકારી સમય ખૂબ જ લાભદાયી રહેશે. પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારાનો લાભ મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને પણ આ સમયે ખૂબ જ લાભ થશે. સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (26-01-25): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ હશે Goody Goody, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
વૃશ્ચિક:
આ રાશિના જાતકો માટે શનિ અને બુધનો યોગ શુભ છે. માનસિક અને શારીરિક રીતે તાજગીનો અનુભવ કરશો. જો કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હશે તો એમાં પણ રાહત મળશે. પરિવાર તેમ જ મિત્રો સાથેના સંબંધ સુધરશે. ઉધાર આપેલું ધન પરત મળી શકે છે. ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. આવકમાં ધરખમ વધારો જોવા મળશે.
મકર:
મકર રાશિના જાતકો માટે પણ ફેબ્રુઆરી મહિનામાં બની રહેલો આ યોગ જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવામાં નિમિત્ત બનશે. વેપારનો વિસ્તાર થવાની પ્રબળ સંભાવના.. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળશે. ઘર પરિવારમાં શુભ કાર્યનું આયોજન થઈ શકે છે.