રાશિફળ

આગામી ત્રણ દિવસમાં બનશે વિવિધ યોગો, આ રાશિના જાતકોનો Golden Period થશે શરૂ…

ફેબ્રુઆરી મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે અને આ મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. એમાં પણ આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી એટલે કે 9મી ફેબ્રુઆરી સુધી દુર્લભ ખગોળીય ઘટનાઓ બની રહી છે.

આજે એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરીના સૂર્ય ઘનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તન બાદ સાતમી ફેબ્રુઆરીએ સૂર્ય અને મંગળનો ષડાષ્ટક યોગ બની રહ્યો છે. આઠમી ફેબ્રુઆરીના બુધ અને શનિ મળીને દ્વિદ્વાદશ યોગ બનાવી રહ્યા છે. 9મી ફેબ્રુઆરીના બીજી મહત્ત્વની ખગોળીય ઘટના બનશે, જેની અસર 12-12 રાશિની સાથે સાથે દેશ-દુનિયા પર પણ જોવા મળશે. આ દિવસે બે જ્યોતિષીય ઘટના બનશે જેમાં 4 ગ્રહ વિશેષ યોગ બનાવશે. આ ચાર પ્રભાવશાળી ગ્રહોમાં સૂર્ય, બુધ, મંગળ અને શનિનો સમાવેશ થાય છે. આ સિવાય સૂર્ય અને બુધ એકબીજાથી ઝીરો ડીગ્રી પર સ્થિત હશે અને પૂર્ણ યુતિ બનાવી રહ્યા છે. જ્યારે આ દિવસે સાંજે મંગળ અને શનિ 125 ડિગ્રી પર રહેશે, જેને કારણે નવપંચમ યોગ બની રહ્યો છે.
આ તમામ યોગ અને ગ્રહોની હિલચાલને કારણે પાંચ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થશે, જીવનમાં ખુશહાલી આવશે.

મેષઃ

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો માટે આ સમય બુધ સૂર્યની પૂર્ણ યુતિ કરિયર અને પર્સનલ લાઈફમાં લાભ કરાવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારા પ્રયાસોને સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. ક્ષમતા અને કૌશલ્યને માન્યતા મળશે. ભાગીદારીમાં કરેલું કામ લાભકારી રહેશે આર્થિક લાભ મળશે. મંગળ અને શનિનો નવપંચમ યોગ સુખ શાંતિમાં વૃદ્ધિ કરી રહ્યો છે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ વિવિધ સફળતાઓ લઈને આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે નવી નવી ઉપલબ્ધિઓ હાંસિલ કરી શકો છો. વિદ્યાર્થીઓને આ સમયે પરીક્ષામાં સફળતા મળશે. નવા કોર્સ કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થશે. કલા સાથે જોડાયેલા લોકોને નવી ઉપલબ્ધિઓ મળશે. રચનાત્મકતા વધશે. ઘર-પરિવારમાં પણ આ સમયે ખુશહાલીઓ આવશે.

તુલાઃ

Tula

તુલા રાશિના જાતકો માટે પણ ગ્રહોના રાજકુમાર બુધ અને સૂર્યની યુતિ આર્થિક સ્થિતિમાં સુધારો લઈને આવશે આ મહિનો. આ સમયગાળો તમારા કળાત્મક પ્રતિભાને નિખારવાનો રહેશે. સમાજમાં આ સમયે તમારી માન-મર્યાદામાં વૃદ્ધિ થશે. કોઈ જગ્યાએ જો પૈસા અટવાઈ રહ્યા હશે તો એ પણ પાછા મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (06-02-25): આ પાંચ રાશિને કરિયરમાં મળશે આજે જોરદાર સફળતા, ઘરમાં આવશે ખુશહાલી…

ધનઃ

ધન રાશિ માટે પણ ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયગાળો એકદમ અનુકૂળ રહેવાનો છે. આ સમયે તમારા માટે નવી સંભાવનાઓ અને સફળતાના દ્વાર ખુલશે. વિદેશ યાત્રા થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સંપત્તિ સંબંધિત મામલે લાભ થશે. નવી સંભાવનાઓ ઊભી થશે. પારિવારિક સભ્યો સાથે આ સમયે સંબંધો મજબૂત આવશે.

કુંભઃ

કુંભ રાશિના લોકો માટે પણ આ સમયગાળો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ કરનારો રહેશે. આ સમયે નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે અને સામાજિક પ્રતિષ્ઠા વચ્ચે. આત્મવિશ્વાસ વધશે. આર્થિક લાભના પણ યોગ. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને એને કારણે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button