રાશિફળ

બની રહ્યો છે માલવ્ય રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. શુક્રનો સંબંધ ધન-વૈભવ, પ્રેમ, સૌંદર્ય અને શાંતિ સાથે છે આવો આ ધન-વૈભવનો કારક ગ્રહ શુક્ર છ દિવસ બાદ ગોચર કરવા જઈ રહ્યો છે અને શુક્રના આ ગોચરથી તમામ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમને આને કારણે વિશેષ લાભ થઈ રહ્યો છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 28મી જાન્યુઆરીના શુક્ર મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને શુક્રનું મીન રાશિમમાં થઈ રહેલાં ગોચરથી માલવ્ય રાજયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. શુક્રની કૃપાથી જાતકની પ્રગતિ થાય છે. ચાલો જોઈએ શુક્રના મીન રાશિમાં ગોચર કરતાં જ સર્જાઈ રહેલાં માલવ્ય રાજયોગને કારણે કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે-

વૃષભઃ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

વૃષભ રાશિના જાતકો માટે માલવ્ય રાજયોગથી ખાસ લાભ થઈ રહ્યો છે. આ યોગથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં લાભ થઈ રહ્યો છે. આ સાથે જ આવકમાં પણ વધારે નફો થઈ રહ્યો છે. રોકાણ માટે પણ આ સમય ખૂબ જ સારો છે. નોકરીમાં સારી તક મળી શકે છે. કોઈ નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં સારી ડીલ્સ મળી શકે છે.

ધનઃ

ધન રાશિના જાતકોના જીવનમાં માલવ્ય રાજયોગથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે. પૈતૃક સંપત્તિથી પણ ફાયદો થઈ રહ્યો છે. માનસિક તાણથી પણ છુટકારો મળી રહ્યો છે. પરિવારના લોકો સારો સમય પસાર કરશો. ધનની બચત કરો.સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (21-01-25): વૃષભ, કર્ક સહિત ત્રણ રાશિના જાતકોને આજે કરિયરમાં મળશે સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ…

કુંભઃ

Venus will transit for just ten days

કુંભ રાશિના જાતકોના અટકી પડેલાં તમામ કામ પૂરા થઈ રહ્યા છે. આ રાશિના જાતકોને પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. જીવનમાં ખુશીઓ અને સુખ-શાંતિ આવશે. કુંવારા લોકોના વિવાહ થવાના યોગ બનશે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button