બન્યો વિનાશકારી યોગઃ ત્રણ રાશિને થશે લાભ તો ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ…
જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોની સાથે ગુરુ અને બુધુનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એક નિશ્ચિત સમયગાળા બાદ અન્ય ગ્રહોની જેમ જ એક ચોક્કસ સમયે આ બંને ગ્રહો પણ ગોચર કરે છે. વૈદિક પંચાગની ગણતરી અનુસાર આજે એટલે કે 16મી જાન્યુઆરીના સાંજે 6.19 વાગ્યે ધન અને જ્ઞાનના સ્વાગી ગુરુ તેમ જ વાણી વેપારના દાતા બુધ ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે. આ યોગની તમામ રાશિ પર અસર જોવા મળશે, પણ કેટલીક રાશિના જાતકો પર આ યોગની ખાસ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ઓને ખુબ જ સકારાત્મક અસર થવાના યોગ જોવા મળશે. જોકે, જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને વિનાશકારી પણ સાબિત થઈ શકે છે અને આ રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. આવો જોઈએ કઈ રાશિને આ ષડાષ્ટક રાજયોગથી લાભ થઈ રહ્યો છે, તો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે-
મિથુનઃ
મિથુન રાશિનો સ્વામી બુધ છે અને ગુરુની પણ આ રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે. ષડાષ્ટક યોગથી આ રાશિના જાતકોને સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ અને રચનાત્મક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. આ યોગ મિથુન રાશિના જાતકોની બુદ્ધિમત્તા અને તર્કશક્તિને તેજ કરશે. શોધ, લેખન, અને સંવાદ કૌશલમાં નિપુણતા મળશે. કરિયરમાં નવી ઊંચાઈ સ્પર્શવાની તક મળશે.
ધનઃ
આ રાશિના સ્વામી ગુરુ છે અને બુધની સાથે બની રહેલો આ ષડાષ્ટક યોગ ધન રાશિના જાતકોને વિશેષ લાભ કરાવશે. આ રાશિના જાતકોનો ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ વધશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને વિદેશમાં અભ્યાસની તક મળશે. કરિયરમાં નવી યોજનાઓ શરૂ થવાની શક્યતા છે અને ઉન્નતિની તક મળશે. આર્થિક લાભ થશે. જૂની આર્થિક સમસ્યાઓ દૂર થશે. રોકાણ સંબંધિત મામલાઓમાં સફળતા મળી શકે છે. આ યોજના જાતકોને કૌટુંબિક સંબંધોમાં સ્થિરતા અને સામંજસ્ય વધશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે.
કન્યાઃ
કન્યા રાશિનો સ્વામી બુધ છે અને ગુરુની સાથે બની રહેલો આ યોગ કન્યા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. કન્યા રાશિના જાતકો આ યોગના પ્રભાવથી ગણિત, વિજ્ઞાન અને શોધ જેવા ક્ષત્રોમાં સારું પ્રદર્શન કરી શકે છે. તેમની વિશ્લેષણાત્મક સોચ અને યોજનાબદ્ધ રીતે કામ કરવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી નિર્ણય લેવાની ક્ષમતાના કારણે ઉન્નતિ થઈ શકે છે. વ્યવસાયિક યોજનાઓ અને પાર્ટનરશિપમાંથી લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થવાના યોગ છે. જાતકોને સાવધાનીપૂર્વક કરાયેલા રોકાણથી લાભ મળવાની શક્યતા છે. કૌટુંબિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. મિત્રો અને સહકર્મીઓ સાથેના સંબંધો મધુર બનશે.
મેષઃ
મેષ રાશિના જાતકો પર ગુરુ અને બુધના ષડાષ્ટક યોગનો અશુભ પ્રભાવ પડશે. લવ લાઈફમાં નકારાત્મક ફેરફાર આવી શકે છે. જેના કારણે સંબંધોમાં તિરાડ પડવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને રચનાત્મક ક્ષેત્રોમાં સફળતા મળવામાં તકલીફ પડશે. જેના કારણે મન પરેશાન રહેશે. લેખન, રિસર્ચ, હેલ્થ સંબંધિત ક્ષેત્રોમાં નોકરી કરતા લોકોએ થોડા સમય માટે પૈસાની કમીનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમેનની તર્કશક્તિમાં કમી જોવા મળી શકે છે.
કુંભઃ
ષડાષ્ટક યોગથી કુંભ રાશિના જાતકોને પરેશાનીઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાઓનું મન ખોટી ચીજો તરફ આકર્ષિત થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે તેમણે નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમેન કાનૂની મામલાઓમાં ફસાઈ શકે છે. ઉંમરલાયક જાતકોને પેટ સંબધિત કોઈ રોગ થઈ શકે છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (15-01-25): મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકોને આજે કામમાં મળશે સફળતા… જાણો શું છે બાકીની રાશિના હાલ?
મીનઃ
મીન રાશિના જાતકો પર આ યોગની અશુભ અસર જોવા મળે છે. સોલમેટ સાથે ખટપટ થવાના કારણે મન થોડું પરેશાન રહેશે. નવી યોજનાઓ પર કામ કરવા માટે આ સમય વેપારીઓ માટે યોગ્ય નહીં રહે. જો સારું વળતર મેળવવાના ઈરાદાથી કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તેમાં મુશ્કેલી આવી શકે છે. 60થી વધુ ઉંમરના આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે.