Makar Sankranti પર બની રહ્યો છે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે છપ્પરફાડ લાભ…
2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2025નું આ નવું વર્ષ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે અને ચાર દિવસ બાદ એટલે કે 14મી જાન્યુઆરીના ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી રહ્યા છે. આ જ દિવસે મકર સંક્રાંતિ પણ છે. મકર સંક્રાંતિ સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. આ વખતની મકરસંક્રાંતિ થોડી ખાસ રહેવાની છે કારણ કે 19 વર્ષ બાદ આ દિવસે કેટલાક ખાસ સંયોગ બની રહ્યા છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર યોગ પણ બની રહ્યો છે. જેને કારણે ત્રણ રાશિના જાતકોને ખાસ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. દરેક કામમાં સફળતા મળશે. ટૂંકમાં આ ત્રણ રાશિના જાતકોના અચ્છે દિનની શરૂઆત થવા જઈ રહી છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું મકર રાશિમાં થઈ રહેલું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે સાથે જ પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. કરિયરમાં પણ મનચાહી સફળતા મળશે. નોકરીમાં પણ પ્રમોશન-પ્રગતિના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે.
તુલા:
તુલા રાશિના જાતકો આ વખતની મકરસંક્રાંતિ ખૂબ જ શુભ સાબિત થઈ રહી છે. આ દિવસે માંગલિક કાર્યોની યોજના બનાવશો. આવકના નવા નવા સ્રોત ઊભા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પૈસાની બચક કરવામાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ સારો રહેશે. જૂની સમસ્યા કે રોગમાંથી છુટકારો મળી શકે છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (10-01-25): મિથુન, સિંહ અને કન્યા રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ, મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મીન:
મીન રાશિના જાતકો માટે આ વખતની મકર સંક્રાંતિ ખુબ જ ફળદાયી સાબિત થશે. આ દિવસે બનનારા પુષ્ય નક્ષત્ર યોગથી મીન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. નોકરીથી લઈને વેપારમાં લાગેલા લોકોને ધનલાભ થશે. નોકરીયાત જાતકોને પ્રમોશન કે ઈન્ફ્રીમેન્ટ મળી શકે છે. આ સિવાય વેપારમાં ડબલ નફો થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે.