રાશિફળ

જાન્યુઆરીની શરૂઆતમાં જ બે મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

ટૂંક સમયમાં જ 2024નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને 2025 શરૂ થવા જઈ રહ્યું છે. 2024ની જેમ જ 2025 પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવા જઈ રહ્યું છે. નવા વર્ષના પહેલાં જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર એ હિલચાલની વિશેષ અસર જોવા મળશે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર ચોથી જાન્યુઆરીના દિવસે ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહોના રાજકુમાર બંને પોતાની ચાલ બદલી રહ્યા છે. જેની ખાસ અસર અમુક રાશિના જાતકો પર જોવા મળશે. મળતી માહિતી મુજબ ચોથી જાન્યુઆરીના શુક્ર ઘનિષ્ઠા નક્ષત્રમાંથી શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને બુધ વૃશ્ચિક રાશિમાંથી નીકળીની ધને રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ રાશિ અને નક્ષત્ર પરિવર્તનની પાંચ રાશિના જાતકો પર જોવા મળી રહી છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ રહી છે.

મેષઃ

મેષ રાશિના જાતકો માટે બુધ અને શુક્રનું એક જ દિવસે થઈ રહેલું પરિવર્તન કરિયરની બાબતમાં લાભ કરાવશે. આકસ્મિક ધનલાભ થશે. નોકરી કરી રહેલાં લોકોને પગાર વધારો અને પ્રમોશન બંને મળી શકે છે. વેપારીઓને પાર્ટનરશિપમાં કરેલાં કોઈ કામથી લાભ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. જીવનસાથી સાથેનો સંબંધ મધુર બની રહ્યો છે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.

વૃષભઃ

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

બુધ અને શુક્રના થઈ રહેલાં પરિવર્તનને કારણે આ રાશિના વેપારીઓના વેપારમાં વૃદ્ધિ થશે. ધન લાભ થવાના પણ પ્રબળ યોગ છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી રહ્યા છે. દેવામાંથી મુક્તિ મળે તેવી સંભાવના. પારિવારિક જીવન અનુકૂળ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધી શકે છે. માતા-પિતાનો સ્વાસ્થ્યમાં સુધારો થશે. વૈવાહિક સંબંધ મજબૂત થશે. માનસિક ચિંતામાંથી મુક્તિ મળશે.

કન્યાઃ

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા રાશિને કરિયરમાં લાભ થઈ રહ્યો છે. ધન અને આવકમાં વૃદ્ધિ થશે. સંપત્તિ સંબંધિત કામ પૂરા થશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના. વેપારમાં લાભ થશે અને નવી યોજનાઓની શરૂઆત થઈ શકે છે. પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે. સિંગલ લોકોના નવા સંબંધો શરૂ થઈ શકે છે. લગ્ન જીવનમાં સ્થિરતા અને પ્રેમ વધશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી રાહત મળશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (29-12-24): આ બે રાશિના જાતકોએ આજનો દિવસ વાદ-વિવાદથી રહેવું પડશે દૂર…

તુલાઃ

Tula

ધનની બચત કરવામાં સફળતા મળશે. રોકાણ અને પ્રોપર્ટીથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન થવાની પ્રબળ સંભાવના. કલાક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક મળશે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સમય. પરિવારમાં નવા સભ્યોનું આગમન થઈ શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે. જુના રોગથી રાહત મળશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શુક્ર અને બુધનું પરિવર્તન પ્રોફેશનલ લાઈફના હિસાબે લાભદાયી રહેવાનું છે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નફો થઈ શકે છે. અચાનક ધન લાભ જેમકે રોકાણ કે લોટરીથી લાભ થવાની સંભાવના. ટેકનીકલ કે ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે વિદેશમાં અભ્યાસ કરવાની તક મળી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button