30 વર્ષ બાદ શનિ અને બુધ બનાવશે શુભ સંયોગ, ત્રણ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…
નવા વર્ષની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2025માં ન્યાયના દેવતા કહેવાતા શનિ અને ગ્રહોના રાજકુમાર બુધનું એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 19મી જાન્યુઆરીના શનિ અને બુધ મળીને ત્રિ-એકાદશ યોગ બનાવી રહ્યા છે. આ સાથે સાથે જ બંને ગ્રહ એક-બીજાથી 60 ડિગ્રી પર સ્થિત રહેશે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે લાભ થશે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાલી રાશિના જાતકો-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ સમય કામના સ્થળે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. જો કોઈ જૂની બીમારી સતાવી રહી હશે તો તેમાંથી પણ છુટકારો મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભ થઈ રહ્યો છે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલાં લોકોને સારો એવો લાભ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (25-12-24): વૃષભ, મિથુન અને ધન રાશિના જાતકોને આજે મળશે Good News…
મકરઃ
મકર રાશિના જાતકોને પૈતૃક સંપત્તિમાંથી લાભ થશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. જો કોઈ કાયદાકીય બાબતમાં લાંબા સમયથી પ્રલંબિત ગશે તો તેમાં પણ તમને રાહત મળશે. કોઈ જગ્યાએ પ્રવાસ પર જઈ શકો છો. નવા અને સારા મિત્રો બની શકે છે. જીવનમાં કોઈ નવા શખ્સની એન્ટ્રી થઈ શકે છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકોને નવા નવા સ્રોતથી આવક થઈ રહી છે. આકસ્મિક ધનપ્રાપ્તિ થશે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે. ઘર-પરિવારમાં શુભ-માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. માનસિક-શારીરિક સ્વરૂપે સ્વસ્થ અનુભવશો. દવાઓ પર ખર્ચ ઓછો થશે.