બુધ ચાલશે ઉલટી ચાલ, ત્રણ રાશિના જાતકોના ફરી જશે દિવસો… જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને દરેક ગ્રહ એક ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં કે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં ગોચર કરે છે. જેની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. પાંચ દિવસ બાદ એટલે કે 26મી નવેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ ઉલટી ચાલ ચાલવા જઈ રહ્યા છે અને ત્યાર બાદ બુધ 16મી ડિસેમ્બરના માર્ગી થશે. જ્યોતિષાચાર્ચની ગણતરી અનુસાર બુધની આ ઉલટી ચાલ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ રહી છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે, આ રાશિના જાતકોને શુભ પરિણામ મળી રહ્યા છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે બુધની ઉલટી ચાલ લાભદાયી સાબિત થઈ રહે છે. આગામી કેટલાક અઠવાડિયામાં તમે ખૂબ પૈસા કમાવશો. વેપારમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રોપર્ટીમાં રોકાણ કરી રહેલાં લોકો માટે આ સમય સારો રહેશે. પ્રોપર્ટીથી લાભ થઈ રહ્યો છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો થોડો ખર્ચાળ રહેશે, પરંતુ આવકમાં વૃદ્ધિ થશે એટલે સંતુલન જળવાઈ રહેશે. આજે તમે ઘર તે વાહનના સમારકામ પાછળ થોડો ખર્ચ કરશો. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્ત્વના કામને વેગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (21-11-24): આ ત્રણ રાશિના જાતકોને આજે બિઝનેસમાં થશે પુષ્કળ ધનલાભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો સમય કરિયર અને આર્થિક મોર્ચે ખૂબ જ સારો રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો કે સંબંધી તરફથી લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. દરેક કામમાં સફળતા મળશે. આજે કામના સ્થળે તમને કોઈ વિશેષ અધિકાર મળશે.લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હતી તો તે દૂર થઈ શકે છે.