72 કલાક બાદ ચંદ્ર અને મંગળ બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે પારાવાર લાભ…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. 72 કલાક બાદ એટલે કે 25મી ઓગસ્ટના આવો જ એક યોગ બની રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના અનુસાર કન્યા રાશિમાં મંગળ અને ચંદ્ર બંને મળીને મહાલક્ષ્મી રાજયોગ બનાવી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. 25મી ઓગસ્ટના ચંદ્ર સવારે 8.28 કલાકે કન્યા રાશિમાં ગોચર કરશે. મંગળ પહેલાંથી જ કન્યા રાશિમાં બિરાજમાન છે. ચંદ્ર અને મંગળની યુતિથી કન્યા રાશિમાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને ધનલાભ થશે, નોકરીમાં પણ પ્રગિત થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

કુંભ રાશિના જાતકો માટે ચંદ્ર અને મંગળની યુતિથી બની રહેલો મહાલક્ષ્મી રાજયોગ ખૂબ જ શુભ રહેશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. અટકી પડેલાં પૈસા વધી રહ્યા છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. બિઝનેસની યોજનાઓ તમને સારો લાભ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ આ સમય સારો રહેશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આ રાજયોગ આવકમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આ સમયે તમે કોઈ સ્થાવર પ્રોપર્ટી વગેરે ખરીદવાની યોજના બનાવશો. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થતાં સમાજમાં તમારું માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બિઝનેસમાં કોઈ મોટો લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ લાભદાયી રહેશે. નાણાંકીય સ્થિતિ સુધરી રહી છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. માનસિક તાણમાં રાહત અનુભવાશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે. આવકના નવા નવા સ્રોત ખુલશે, જેને કારણે નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે.
આ પણ વાંચો…આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…