48 કલાક બાદ સૂર્ય ગોચર કરી બનાવશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના ખૂલી જશે ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરને લઈને વિસ્તારપૂર્વકની માહિતી આપવામાં આવી છે અને ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરીને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્યના આ ગોચરને કારણે તેની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહી છે અને એને કારણે શુભાશુભ યોગનું નિર્માણ થતું રહે છે. બે દિવસ બાદ સૂર્ય ગોચર કરવા જઈ રહ્યા છે. જેને કારણે ખાસલ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. ચાલો જોઈએ કયો આ રાયજોગ અને એને કારણે કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે-
મુંબઈના જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી નવેમ્બરના ગ્રહોના રાજા વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે અને આ રાશિમાં પહેલાંથી મંગળ અને બુધ બિરાજમાન છે. આવી સ્થિતિમાં સૂર્યની બુધ અને મંગળ સાથે યુતિ થશે. મંગળ અને સૂર્યની યુતિથી મંગળ આદિત્ય યોગનું નિર્માણ થશે જ્યારે બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ સિવાય વરુણ અને સૂર્યની યુતિથી શક્તિશાળી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જાણો કે કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ યોગથી લાભ જ લાભ થઈ રહ્યો છે.

સિંહરાશિના જાતકો માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે. આ સમયે તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. વાહન, પ્રોપર્ટી વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. વેપાર અને કરિયરની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તાણમાંથી મુક્તિ મળશે.

કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ લાભદાયી થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને અમુક ક્ષેત્રમાં લાભ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. સંતાનની એકાગ્રતામાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા નવા સ્ત્રોત ખુલી રહ્યા છે. ભવિષ્ય માટે બચત કરવામાં સફળ થશો.

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો ધનલાભની તક લઈને આવશે. આ સમયે તમે કરેલાં રોકાણથી તમને પારાવાર લાભ થઈ રહ્યો છે. સરકારી પ્રોજેક્ટ વગેરે મળી શકે છે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આ સમયે સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે અવશ્ય પૂરી કરશો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. મિત્રો સાથે મોજ-મસ્તી પસાર કરશો.


