48 કલાક બાદ આ રાશિના જાતકોના નામને પડશે સિક્કા, ગ્રહોના સેનાપતિ બંને હાથે વરસાવશે પૈસા…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમનો સંબંધ ધન, વિલાસ, સુખ, પ્રેમ અને રોમાન્સ સાથે છે. શુક્ર જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે કે પછી નક્ષત્ર પરિવર્તન કરે છે તેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે. આવા આ ગ્રહોના સેનાપતિ 9મી ઓક્ટોબરના રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 9મી ઓક્ટોબરના શુક્ર સિંહ રાશિમાંથી નીકળીને બુધની રાશિ કન્યામાં ગોચર કરવા જઈ રહ્યા છે. બીજી નવેમ્બર સુધી શુક્ર આ રાશિમાં બિરાજમાન રહેશે અને ત્યાર બાદ તે તુલા રાશિમાં ગોચર કરશે. શુક્ર 25 દિવસ સુધી કન્યા રાશિમાં રહેશે અને આ સમયે પાંચ રાશિના જાતકોને જલસા જ જલસા રહેશે. આ રાશિના જાતકોને આ સમયે અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે અને ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (07-10-25): ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે અઢળક ધનલાભ, જાણી લો બાકીની રાશિના હાલ?

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે પ્રેમ અને ધન બંને બાબતો માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. બેન્ક બેલેન્સમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સમયે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે.

મિથુન રાશિના જાતકો માટે આ સમય સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આ સમયે તમારા ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવશો. આ સમયે તમે કોઈ નવી પ્રોપર્ટી કે વાહન વગેરે ખરીદી શકો છો. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં પણ વધારે મજબૂત બની શકે છે.

સિંહ રાશિના જાતકો માટે બે દિવસ શુક્રનું થઈ રહેલું આ રાશિ પરિવર્તન ખૂબ જ ફળદાયી રહેવાનો છે. આ સમયે કરિયરમાં પણ પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કારોબારમાં પણ આ સમયે તમને લાભ થશે. પૈતૃક સંપત્તિથી તમને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે સારા સમાચાર સાંભળવા મળશે. સમાજમાં માન-સન્માન વધતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજમાં તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. નવી નોકરીમાં પ્રમોશન વગેરે મળશે.

ધન રાશિના જાતકો માટે શુક્રનું કન્યા રાશિમાં થઈ રહેલું ગોચર ખૂબ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહેલાં લોકો માટે અનુકૂળ સમય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેવાનો છે. ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા લોકોને પણ આ સમયે સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે.



