48 કલાક બાદ 12 વર્ષે બની રહ્યા દુર્લભ સંયોગ, પાંચ રાશિના જાતકોને મોજા હી મોજા…

જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ શુભ-અશુભ યોગો વિશે જણાવવામાં આવ્યું છે અને 48 કલાક બાદ એટલે કે 19મી મેના રોજ મોહિની એકાદશીના દિવસે એક સાથે અનેક શુભ યોગ બની રહ્યા છે. મોહિની એકાદશી પર 12 વર્ષ બાદ એક સાથે દ્વિપુષ્કર યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય યોગ, રાજભંગ યોગ તેમ જ લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યા છે. એક સાથે બની રહેલાં છ યોગને કારણે પાંચ રાશિના જાતકોને મોજા હી મોજા થશે…
મેષઃ

મેષ રાશિના જાતકો માટે 19મી મેના મોહિની એકાદશી પર બની રહેલાં આ યોગને કારણે બંપર લાભ મળી શકે છે. અટકી પડેલાં કામ બની રહ્યા છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એમના માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે. શ્રીહરિની કૃપાથી વિશેષ સફળતા મળી રહી છે.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ રાશિના જાતકોના જીવનમાં અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે. દરેક કામમાં સફળતા મળી રહી છે. ધનલાભ થઈ રહ્યો છે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો સારી એવી બચત કરવામાં સફળ રહેશો.
સિંહઃ

આ રાશિના જાતકો માટે પણ મોહિની એકાદશીનો દિવસ એક સાથે ઘણા બધા લાભ મળી રહ્યા છે. કામના સ્થળે સફળતા અને ધનપ્રાપ્તિ થઈ રહી છે. શત્રુઓનો સામનો કરવા માટે સક્ષમ બનશો. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પણ પૂરા થવા જઈ રહ્યા છે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો એક સાથે લાભની અનેક તક લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોને પ્રમોશન, બઢતી મળવાના યોગ બની રહ્યા છે. તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એનું ફળ પણ તમને મળશે. રોકાણ માટે આ સમય એકદમ અનુકૂળ છે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણ અને મા લક્ષ્મીની કૃપા વરસી રહી છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ખર્ચમાં વધારો થશે, આર્થિક લાભ પણ થઈ રહ્યો છે. દરેક કામના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે.