સાત દિવસ બાદ બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોને ખાસ અને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે કે પછી નક્ષત્ર પરિવર્તન કરે ત્યારે તેની સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર ઓગસ્ટ મહિનાના અંતમાં થવા જઈ રહ્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 30મી ઓગસ્ટના બુધ સિંહ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 15મી સપ્ટેમ્બર સુધી બુધ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. બુધના સિંહ રાશિમાં ગોચર થતાં બે શુભ યોગ બની રહ્યા છે. સિંહ રાશિમાં સૂર્ય પહેલાંથી જ બિરાજમાન છે જેને કારણે બુધ અને સૂર્યની યુતિ થઈને બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. બુધ અને સૂર્ય સિવાય સિંહ રાશિમાં કેતુ પણ બિરાજમાન છે. જેને કારણે ત્રિગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ બંને યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે ગોલ્ડન ટાઈમ શરૂ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમને કોઈ મુશ્કેલી સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. કામકાજની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે પારાવાર લાભ થઈ રહ્યો છે. આ સમય જીવનમાં અનેક સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો આકસ્મિક ધનલાભ કરાવી રહ્યો છે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળી શકે છે. રોકાણકારો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. જીવનમાં સ્થિરતા અને શાંતિનો અહેસાસ થશે.

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક સ્થિરતા લઈને આવશે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં જાતકોને કોઈ સારી નોકરીની ઓફર આવી શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં તમામ કામ પૂરા થઈ રહ્યા છે. માતા-પિતાની સેવા માટે સમય કાઢશો. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.
આ પણ વાંચો…આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…