ચંદ્રની કળાથી નક્કી થાય છે તહેવાર! જાણો ‘પડતર દિવસ’નું રહસ્ય અને તેનું મહત્વ

ગઈકાલે ભારતભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુજરાતીઓનું નવું વર્ષ 22 ઓક્ટોબરના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. આ બે તહેવારો વચ્ચે આજના દિવસને ખાલી દિવસ તરીકે ઉજવાઈ છે.
જેને ‘પડતર દિવસ’ અથવા ‘ધોકો’ કહેવામાં આવે છે, જે પંચાંગ અને જ્યોતિષની દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ કેમ આવે છે અને તેનું શું મૂલ્ય છે, તે સમજવું રસપ્રદ છે, કારણ કે તે ભારતીય કેલેન્ડરની વૈજ્ઞાનિક ગણતરીને દર્શાવે છે.
ભારતીય પંચાંગમાં વર્ષની ગણતરી ચંદ્રની કળાઓ, મહિનાઓ અને તિથિઓ પર આધારિત હોય છે. ચંદ્રની 30 કળાને 30 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, પરંતુ ચંદ્ર આ કળાઓને 30 દિવસ કરતાં થોડા ઓછા સમયમાં પૂર્ણ કરે છે, પરિણામે દર મહિને કોઈ તિથિનો ક્ષય અથવા વૃદ્ધિ થાય છે, જેના કારણે દિવાળી પછી તરત જ નવું વર્ષ શરૂ નથી થતું અને વચ્ચે એક દિવસનું અંતર આવે છે.
આપણ વાંચો: આજનું પંચાંગ
આ પડતર દિવસે સૂર્યોદય વખતે અમાસની તિથિ હજુ ચાલુ રહે છે, જેના કારણે દિવાળી પછીના તરતના દિવસથી નવા વર્ષની શરૂઆત નથી થતી. તેના બદલે, એક દિવસ વટાવીને પછીના દિવસથી નવા વર્ષની ગણતરી કરવામાં આવે છે. આ મધ્યનો દિવસ ‘ખાલી દિવસ’ અથવા ‘ધોકો’ તરીકે જાણીતો છે અને તે કોઈ વર્ષનો ભાગ ગણાતો નથી, જે પંચાંગની સંતુલિત વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે.
પંચાંગ અનુસાર આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી, 21 ઓક્ટોબરે પડતર દિવસ અને 22 ઓક્ટોબરે નૂતન વર્ષ આવશે. ગયા વર્ષની જેમ આ વખતે પણ આ અંતર જોવા મળી હતું, જે ચંદ્રની ગતિને કારણે થાય છે અને તહેવારોની તારીખોને અસર કરે છે.