પુરુષ

મોદીજી પાસે આ બે મંત્ર પણ ખાસ શીખવા જેવા છે…

…કારણ કે આ મંત્રશક્તિમાંય અકબંધ છે એમની અનન્ય સફળતાનું ખરું રહસ્ય !

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આપણે મોદીમેજીકની સફળતાનું મુખ્ય કારણ એવાં મોદીમંત્રોની થોડી ચર્ચા ગયા અઠવાડિયે કરી હતી. એ વાત અહીં આપણે આગળ વધારીએ…

આખરે એમની પાસે એવી તો કઈ સ્કિલ્સ-આવડત છે, જે બીજા કોઈની પાસે નથી,પણ મોદીજીમાં છે. અથવા તો એમની પાસે એવી કંઈ કંઈ ખાસિયત છે , જેને કારણે નરેન્દ્ર મોદી આજે વિશ્ર્વનેતાની ઓળખ પામ્યા છે અને ભારતભરમાં એમની કક્ષાના કોઈ નેતા નથી… એ યાદીમાં આપણે બે મુદ્દા ગયા અઠવાડિયે જોઈ ગયા-એનું પૃથક્કરણ પણ કર્યુ… આજે આપણે એમના આગવા કહી શકાય એવા બીજા બે મુદ્દા પણ જોઈએ, જે મુદ્દા પર જો સામાન્ય પુરુષ પણ કામ કરે તો એના જીવન દરમિયાન એ પણ અસામાન્ય વ્યક્તિ બની રહે!

ચાલો, નજર કરીએ એ બે મુદ્દા પર…
પૂરતું હોમવર્ક કરો, ખૂબ મહેનત કરો:
મોટાભાગના લોકો માટે સફળતા એટલે કોઈ એક પદ અથવા એક માઈલસ્ટોન. લોકો એવું માને છે કે કોઈ એક જગ્યાએ પહોંચી ગયા પછી કે કોઈક માઈલ સ્ટોન અચિવ કરી લીધા પછી આપણે સેટ થઈ ગયા એ પછી આપણે કશું કરવાનું રહેતું નથી. ! જો કે, નરેન્દ્ર મોદીની કારકિર્દીને માત્ર વર્ષ ૨૦૦૧થી જોઈશું તો ખ્યાલ આવશે કે એ કદી કોઈ એક જ પદ પર બેસીને પોતાની જવાબદારીઓમાંથી મુક્ત નથી થઈ ગયા કે ન તો એ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા.

આપણે જોયું છે કે વર્ષ ૨૦૦૨- ૨૦૦૭ અને ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં એ  એકલપંડે-એકલે હાથે  લડ્યા છે.  એમણે જાતજાતની યાત્રાઓ કાઢી- જાતજાતના મેળાઓ યોજ્યા. પોતાની મોહક અને પ્રભાવક છટાંમાં ભાષણો આપ્યા-  પોતાની રેલી કે કાર્યક્રમ ગ્રાન્ડ-ભવ્ય  દેખાય એ માટે પોતે વ્યક્તિગત રીતે એમાં ઓતપ્રોત થઈ જતા. સાથે આજકાલ જેની અત્યંત ચર્ચા થાય છે એવી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ જેવી ઈન્ટરનેશલ સ્ટાન્ડર્ડ્સ-આંતરરાષ્ટ્ર્રીય સ્તરના આયોજન કર્યા-  ઈવેન્ટ્સ યોજી.

આ બધુ પહેલી નજરે દેખાય એટલું સરળ નથી. સરકારી મશીનરી તમારી પાસે હોવા છતાં પણ નહીં! કારણ કે આ બધાય કામ અનેક લોકો સાથે મળીને એનું અસરકારક સંકલન પણ કરવું પડે… અહીં તો આવા આયોજનમાં ‘તુંડે તુંડે મતિભિન્ના’ હોય એ બધાને સમાન સ્તર પર લાવીને સમયસર કામ કરવું પડે-કઢાવવું પડે.

આ પણ એક પ્રકારનું હોમવર્ક જ કહેવાય, કારણ કે આપણે ચૂંટણીઓમાં જીતતા કે ‘વાઈબ્રન્ટ’ જેવી ગ્રાન્ડ ઈવેન્ટના મંચ પર બેસતા નરેન્દ્ર મોદીને જોઈએ છીએ, પરંતુ ચૂંટણીઓ જીતવા પહેલાં કે ‘વાઈબ્રન્ટ સમીટ’ પહેલાં પરદા પાછળ જબરી જહેમત કરતાં મોદીજીને આપણે કોઈએ નજરો નજર જોયા નથી, પરંતુ એ વાત નકારી પણ શકાય નહીં… નરેન્દ્ર મોદી પાસે કંઈ અલ્લાઉદ્દીનનો ચિરાગ નથી કે એ ચિરાગ ઘસ્યો ને એમાંથી જીન નીકળ્યું ને મોદીજીની બધી ઈચ્છા પૂરી કરી દીધી! એના માટે મોદીજીએ જીવ રેડીને જે મહેનત કરી હોય છે એ બીજા નેતાઓ કે બીજા લોકો કરી
શકતા નથી.અને એટલે જ એ એકલા એક પછી એક માઈલસ્ટોન-સિદ્ધિઓ મેળવતા જાય છે. એમની સરખામણીમાં બીજા લોકો ‘હમારે જમાને મેં તો’ની વાર્તાઓ કર્યા કરે છે ને પોતાના કહેવાતા ભૂતકાળમાં ડૂબકી માર્યા કરે છે…!

ખાવા-પીવામાં ને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો:
નરેન્દ્ર મોદી પાસે શીખવા જેવી જો સૌથી મહત્ત્વની કોઈ વાત હોય તો એ છે તબિયત – સ્વાસ્થ્યની પૂરતી કાળજી. અને આવી કાળજી લેવા માટે મોદીજી ખુદ શું કરે છે?
આનો જવાબ છે એ ખાવા-પીવામાં સખત ધ્યાન રાખે-જોઈતી પરેજી પાળે- પોતાની આહારશૈલીનું ધ્યાન રાખે વત્તા પોતે ગમે એટલા વ્યસ્ત હોય તો પણ નિયમિત યોગ તો કરે ને કરે! અને એટલે જ પોતાની આયુના સીત્તેરમાં દાયકામાં પણ એ અત્યંત એનર્જેટિક છે- ચેતનવંતા છે માટે જ એ થાકેલ જણાતા નથી.પોતાની વય કરતાં વધુ યંગ ને સ્ફૂર્તિલા લાગે છે.
આ દુનિયામાં કરોડો લોકો એવું માને છે કે ‘લાઈફ ઈઝ ઓલ અબાઉટ ખાઓ- પીઓ ને જલસા કરો!’ અમુક ડાહ્યા એમ પણ કહેતા હોય છે કે જીવનમાં અમુક જલસા કરી જ લેવા, જેથી કોઈ અફસોસ ન રહે!

જો કે આનંદ અને જલસા વચ્ચે ફરક છે. વળી, શું ખાઓ-પીઓ છો એ પણ મહત્ત્વનું છે. પોતાની ત્રીસીમાં હો અને રોજ સાંજે પીવા જોઈતું હોય ને આખા દિવસમાં એક પેકેટ સિગારેટ પીવા જોઈતી હોય ઉપરાંત આડેધડ મીઠાઈઓ ઝાપટતા હો કે રાત્રે બાર અને એક વાગ્યે ઊઘીને સવારે નવ વાગ્યા સુધી પડ્યા રહેતા હો તો એને જલસા નહીં,પણ એને ખરાબ આદતોની ગુલામી કહેવાય.

નરેન્દ્ર મોદીના કિસ્સામાં આપણે જોશું કે મોદીજી વહેલી સવારના પ્રવાસોમાં પણ ક્યાંક દેખાશે અને રાત્રે પણ કોઈક રોડશોમાં દેખાશે અને જ્યારે દેખાશે ત્યારે એમની પોતાની એક આગવી ઊર્જા હશે. જેનું કારણ એ જ કે ખાવાની બાબતે એ અત્યંત ચુસ્ત છે. લગભગ રોજ સાંજે ખીચડી જ જમે. જો ખીચડી નહીં જમતા હોય તો કશુંક અસાત્ત્વિક કહી શકાય એવું પોતાના શરીરમાં ઠાલવતા નથી.

બીજી તરફ, કોઈની પણ ખાણી-પીણીને ખોટી આદતો જ એને ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ દોરી જાય છે.

એક વાત ચોક્ક્સ છે કે કથળેલાં
સ્વાસ્થ્યની આપણી માનસિક સ્થિતિ પર અસર પાડે છે-પડે છે અને પડે જ છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…