વિશેષ: સ્ટેન્ડ -અપ કૉમેડીની જેમ સ્ટેન્ડ-અપ કવિતાએ પણ લગાવ્યું ઘેલું
-વિવેક કુમાર
આજે દેશભરના યુવાઓને સ્ટેન્ડ-અપ કવિતાનું ઘેલું લાગ્યું છે. યુવાનો સ્ટૂડિયોમાં જઈને સ્ટેન્ડ-અપ કવિતા સંભળાવવામાં રસ દાખવી રહ્યાં છે. જોકે એ વાત અલગ છે કે આયોજકો પણ તેમની પાસેથી ફ્રીમાં મનોરંજન મેળવી લે છે, પરંતુ એમાંથી આયોજકો સારી એવી આવક પણ રળી લે છે. અચાનક યુવાઓમાં કવિતા પ્રત્યેનું આકર્ષણ કેમ જાગ્યું એ પણ એક સવાલ છે. શું તેમને સાહિત્ય પ્રત્યે રૂચી છે કે પછી મનોરંજન પૂરતો જ તેમનો શોખ છે? એવા જ કેટલાક તથ્યો પર આપણે એક નજર નાખીએ.
Also read: ફોકસઃ અશ્લીલતા માત્ર એક ધારણા નથી, પરંતુ ગંભીર અપરાધ છે
કૉમેડી વર્સીસ કવિતા
કવિતા કૉમેડી સાથે સ્પર્ધામાં ઊતરી છે એવું કહીએ તો કાંઈ ખોટુ નથી. જો કવિતા પોતાની તાકતથી કૉમેડીને રિપ્લેસ કરી શકે તો જ તે ટકી શકે એમ છે. યુવાઓ ડિજિટલ પ્લૅટફૉર્મ સાથે પણ જોડાયેલો છે. સ્ટેન્ડ-અપ કવિતાનો ઉદ્ેશ જ એ છે કે ડિજિટલ પેઢીના યુવાઓને ભાવુકતાની સાથે માનવીય અંદાજવાળી કવિતાઓ પિરસવામાં આવે.
સ્ટેન્ડ-અપ કવિતામાં યુવાનો નવા દૃષ્ટિકોણ અને આધૂનિક ભાષાને રજૂ કરે છે. જૂની કવિતામાં આવું નહોતું. એ કારણસર પણ યુવાઓને આ નવી બદલાવવાળી કવિતા પસંદ પડે છે. એમાં મનોરંજનની સાથે સાહિત્યનો પણ રસથાળ પિરસવામાં આવે છે.
ઓપન માઇક
સ્ટેન્ડ-અપ કવિતાની વધતી લોકપ્રિયતાનું એક
કારણ ઓપન માઇક કાર્યક્રમ અને સાહિત્યિક
ઉત્સવોનું વધુ પ્રમાણમાં આયોજન છે. આવા ક
કાર્યક્રમો દ્વારા યુવાઓને પોતાની પ્રતિભા દેખાડવાની
તક મળે છે. એથી તેમને પણ ખાસ્સી એવી લોકપ્રિયતા મળે છે.
આ જ કારણ છે કે નવા મંચને નવા કવિઓનો
સહયોગ ખૂબ મળે છે. આવા મંચ એવા કવિઓને
પણ તક આપે છે જેમણે અગાઉ કદીપણ કવિતા
સંભળાવી ન હોય. આટલું જ નહીં અહીં કવિતાઓ સંભળાવનારા કવિઓને ઓળખ અને પ્રસિદ્ધિનો લોભ નથી હોતો.
પરિવર્તનનો પવન
સ્ટેન્ડ-અપ કૉમેડીમાં એકરસતા અને રૂચી વધી રહી છે. સ્ટેન્ડ-અપ લગભગ એક દશક જૂનું થઈ ગયું છે અને એમાં હવે મનોરંજન નથી રહ્યું. મોટાભાગના કૉમેડિયનમાં હવે યુવાઓને રસ નથી રહ્યો.
કેટલાક યુવા કવિઓએ પોતાની કવિતાથી લોકોને આકર્ષિત કર્યા છે. એથી સ્ટૂડિયોમાં જઈને યુવાઓ કવિતાઓ સંભળાવે છે. વધુમાં વધુ મનોરંજન મેળવવાની ચાહમાં કવિતાને લોકપ્રિયતા મળી રહી છે. આમ તો યુવાઓને સાહિત્યમાં કોઈ રસ નથી, પરંતુ તેમને તો માત્ર મનોરંજનથી મતલબ છે.
આ જ કારણ છે કે સ્ટેન્ડ-અપ કવિતામાં ૯૦ ટકાથી વધુ હાસ્ય કવિઓ જ લોકોને વધુ પસંદ પડે છે, કેમ કે તેઓ શ્રોતાઓને ભરપૂર હસાવે છે. એથી તેમને લાગે છે કે તેમના પૈસા વસૂલ થઈ ગયા.
સંવાદનું નવુ પ્લૅટફૉર્મ
સ્ટેન્ડ-અપ કવિતાનું મુખ્ય આકર્ષણ એ પણ છે કે સમાજમાં જે પરિવર્તનો અને સંવેદનાઓ છે એને કવિતાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવે છે. યુવા પેઢીના કવિઓ પોતાની આસપાસના મુદ્દાઓ અને જે વિષયો પર યુવાઓ ચર્ચા કરે છે એને પોતાની કવિતામાં રજૂ કરે છે. સમાજમાં ઝડપથી પરિવર્તન થાય છે. એથી યુવાઓ પણ આ બદલાવને કવિતાના માધ્યમથી સાંભળવા માટે આતુર હોય છે. એથી તેઓ આવી કવિતાને પણ વધુ પસંદ કરે છે. ટૂંકમાં યુવાઓ નવી કવિતામાં નવા મનોરંજનનો આનંદ લે છે.
Also read: નૃત્ય મારો વ્યવસાય નહીં, મારા અસ્તિત્વનો અંશ છે
નવા નવા પ્રયોગો
આ મંચ પર આવતા કવિઓને કોઈ સ્પર્ધામાં ઊતરવાનું નથી હોતું. તેમને કોઈ રોક-ટોક,
કોઈ ખામી કાઢશે અને ના તો પોતાના પર ચાંપતી નજર રાખતાં કવિઓની પણ ચિંતા નથી હોતી.
આ જ કારણ છે કે તેઓ નિશ્ર્ચિંત થઈને કવિતામાં નવા નવા પ્રયોગો કરે છે. તો બીજી તરફ
શ્રોતાઓને પણ સાહસ, દુ-સાહસ સુધીના તમામ ગુણની કવિતા સાંભળવા મળે છે. આ જ કારણ છે કે સોશ્યલ મિડીયાની સાથે સાથે સ્ટેન્ડ-અપ કવિતા પણ પોતાનું એક આગવુ સ્થાન બનાવવા તત્પર થઈ રહી છે.