પુરુષ

ધીમે બોલવું… આ છે જીવનની ગતિને સમજવાની ફિલોસોફી


મેલ મેટર્સ -અંકિત દેસાઈ

‘ધીમે બોલો’ એ માત્ર એક શિસ્ત નથી, પરંતુ આપણી અંદરની ઊર્જા અને માનસિક શાંતિ સાથે સંકળાયેલી એક ફિલોસોફી છે. ધીમે બોલવાનો અર્થ છે ધીમે વિચારવું, ધીમે ચાલવું અને ધીમે જીવવું. આજકાલની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં આપણે ઝડપથી વિચારવા-બોલવા ને જીવવાની ટેવ પાડી દીધી છે. એના કારણે આપણું મન કચરાપેટી જેવું બની ગયું છે. આપણી પાસે પાછલાં વર્ષોની કોઈ ખાસ યાદો પણ નથી રહી. આવું એટલા માટે થાય છે, કારણ કે આપણા વિચારવા અને જીવવામાં ઠહેરાવ-સ્થિરતા રહી નથી રહ્યા. આપણે ખૂબ જ ઝડપથી વિચારીએ છીએ – બોલીએ છીએ અને જીવીએ છીએ, જેના કારણે વર્ષો પણ ઝડપથી પસાર થઈ રહ્યાં છે. બધું જ બહુ ઝડપથી કરવાને કારણે આપણાં મન અને જીવનમાં તણાવ ખૂબ વધી ગયો છે. એના કારણે આપણા જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને આપણે ભૌતિક રીતે સમૃદ્ધ હોવા છતાં દુ:ખી છીએ.

ધીમે બોલવું એ એક ફિલોસોફી છે. ધીમે બોલવાનો અર્થ છે જીવનની ગતિને ધીમી કરવી. જ્યારે આપણે ધીમે બોલીએ છીએ ત્યારે આપણે ધીમે વિચારીએ છીએ, ધીમે ચાલીએ છીએ અને ધીમે જીવીએ છીએ. એના કારણે આપણું મન શાંત રહે છે અને આપણે જીવનની દરેક ક્ષણનો આનંદ માણી શકીએ છીએ. ધીમે બોલવાથી આપણે આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.

ધીમે બોલવું એ યાદો બનાવવાની એક રીત છે. જ્યારે આપણે ધીમે જીવીએ છીએ ત્યારે. આપણા જીવનની દરેક ક્ષણને માણીએ છીએ અને તે આપણા મગજમાં કાયમ માટે છપાઈ જાય છે આમ આપણે વધુ યાદો બનાવતાં જઈએ છીએ. ધીમે બોલવું એ તણાવ ઓછો કરવાની એક રીત છે. જ્યારે આપણે ધીમે બોલીએ છીએ ત્યારે આપણું મન શાંત રહે છે અને આપણે તણાવથી દૂર રહી શકીએ છીએ.

ધીમે બોલવું એ ખુશ રહેવાની એક રીત છે.. તો ચાલો, આજે આપણે ધીમે બોલવાની ફિલોસોફીને અપનાવીએ અને આપણા જીવનને વધુ સુંદર બનાવીને વધુ ખુશ રહીએ. આપણે ધીમે બોલવાની ફિલોસોફીને આપણા જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ?

જાગૃત રહો:
જ્યારે તમે બોલો ત્યારે તમારા શબ્દો અને તમારી ગતિ પર ધ્યાન આપો. ધીમે બોલવાનો પ્રયાસ કરો અને તમારા શબ્દોને સમજો.

સમય કાઢો:
દિવસ દરમિયાન થોડો સમય કાઢો અને શાંત બેસી રહો. તમારા વિચારો પર ધ્યાન આપો અને તમારા મનને શાંત કરવાનો પ્રયાસ કરો.

પ્રકૃતિ સાથે જોડાઓ:
પ્રકૃતિમાં સમય વિતાવો. કુદરતી વસ્તુઓનું અવલોકન કરો અને તેની સુંદરતાનો આનંદ માણો.

ધ્યાન ધરો:
દરરોજ થોડીવાર ધ્યાન ધરો.. એમ કરવાથી તમારું મન શાંત થશે અને તમે વધુ જાગૃત થશો. સારાંશમાં એ જ કહેવાનું કે ધીમે બોલવું એ એક કળા છે. તેને શીખવા માટે સમય અને પ્રયત્નોની જરૂર છે, પરંતુ એકવાર તમે તેને અપનાવી લો તો પછી તે તમારા જીવનને વધુ સુંદર અને વધુ શાંત બનાવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button