કુદરત સાથે સુમેળ સાધે છે કાર્લ સૂનાવાલાનાં ડિઝાઈનર આઉટફિટ | મુંબઈ સમાચાર

કુદરત સાથે સુમેળ સાધે છે કાર્લ સૂનાવાલાનાં ડિઝાઈનર આઉટફિટ

ફેશન ડિઝાઈનર કાર્લ સૂનાવાલાએ પોતાની ક્રિએટિવ ડિઝાઈનમાં કુદરત સાથે અનોખો સુમેળ સાધ્યો છે. ફેશન જગતમાં આંખના પલકારામાં ટ્રેન્ડ આવે છે અને જાય છે. જોકે કાર્લ સૂનાવાલા ફેશન પ્રત્યે અનોખો અભિગમ ધરાવે છે. કળા, હસ્તકળા અને કાર્યક્ષમતાનો સંગમ તેમના ક્રિએશનમાં દેખાઈ આવે છે. ફેશન-ઈન્ડસ્ટ્રીમાં કાર્લ એક અલગ સ્થાન ધરાવે છે. તેમણે આકર્ષક ડિઝાઈન, ટકાઉ અને કુદરત સાથે તાલમેલ સાધી શકે એવી ક્રિએટિવિટી દેખાડી છે. તેમનું કામ માત્ર કપડા સુધી જ સીમિત નથી રહ્યું. તેમની ડિઝાઈન એક સ્ટોરી, નવીનતા અને ફેશનની ફરીથી કલ્પના કરવા વિશે છે.

આ પણ વાંચો:ડિયર હની : એ કોળિયો કાળજે લાગે …

કાર્લ માટે ફેશન એક ફેબ્રિક કે પછી માત્ર ધાગા જ નથી. એ તો કળાત્મક અભિવ્યક્તિ અને સમસ્યાનું નિરાકરણ છે. તેમણે પ્રતિષ્ઠિત ર્હોડ આઇલેન્ડ સ્કૂલ ઑફ ડિઝાઈનમાં ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈનની સ્ટડી કરી હતી. ફેબ્રિકેશન વિશેનું અતુલનિય જ્ઞાન અને સંશોધનકર્તાના અનોખા દૃષ્ટિકોણને તેઓ જોડવામાં સક્ષમ હતાં. કાર્લ કહે છે, ‘ડિઝાઈન પ્રત્યેનું મારું આકર્ષણ કળાને કાર્યક્ષમતા સાથે જોડવાનું હતું. ફેશન એક અદ્ભુત માધ્યમ છે કે જેમાં તમે કાંઈક સુંદર બનાવી શકો છો, પરંતુ એનો પણ એક ઉદ્દેશ હોવો જરૂરી છે. એ તમને ફિટ, સમય સાથે તાલબદ્ધ અને શરીર પર બંધબેસતું હોવું જોઈએ.’

તેમની આ જ ફિલોસોફી તેમના મોન્સ્ટેરા લીફ ટૉપનો પુરાવો છે. જેમાં હાથથી બનાવેલા વાઇબ્રન્ટ ટ્રોપિકલ ગ્રીન્સ સ્ટ્રાઇપ્સ રેપરાઉન્ડ ટૉપમાં ઊભરી આવે છે. આ ડિઝાઇન માત્ર આકર્ષક કરવા માટે નથી બનાવી, પરંતુ એને પહેરવા માટે, શરીર સાથે મેળ ખાય અને કુદરતી જગત સાથે જોડી શકે એ હેતુ છે. કાર્લ કહે છે, ‘મને કુદરત પાસેથી પ્રેરણા લેવી ગમે છે અને એને હું કપડામાં પરિવર્તિત કરું છું. કળા અને વ્યવહારિકતા સાથે સંતુલન શોધવું એ જ એનો ઉદ્દેશ છે.’

સૂનાવાલાની સર્જનાત્મક પ્રક્રિયામાં કુદરત મધ્ય સ્થાને છે. એ વિશે કાર્લ કહે છે, ‘કુદરતી દુનિયા એ જ મારી મોટી પ્રેરણા છે. એમાં સ્વરૂપ, કાર્ય અને સુંદરતાને સંતુલિત કરવાની ખૂબી છે.’

આ જ કારણ છે કે તેમની ડિઝાઈનમાં કુદરતને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમની ડિઝાઈનમાં મુખ્યત્વે પર્યાવરણથી પ્રેરિત ઓર્ગેનિક પેટર્ન્સ, ટેક્સ્ચર્સ અને કલર જોવા મળે છે. તેમનાં ફાયર હિલ્સ કલેક્શનમાં કુદરતને સચોટ રીતે દેખાડવામાં આવ્યું છે. તેમણે જ્વાળાઓને પ્રવાહિતા અને ગતીને કળાના પહેરવા યોગ્ય આઉટફિટમાં રૂપાંતરિત કરી છે. સાથે જ પારદર્શક સામગ્રીનો ઉપયોગ કરીને ઝબકતા પ્રકાશનો ભ્રમ ઊભો કરે છે. તેમની ડિઝાઈન માત્ર આકર્ષક જ નહીં, પરંતુ ચિંતનશીલ, વિકાસશીલ અને પહેરતાની સાથે જ મોહિત કરી દે એવી છે.


ફેશન ઈન્ડસ્ટ્રી ઝડપથી અને તરત સંતુષ્ટિ આપતી હોવાથી સૂનાવાલાની ડિઝાઇન તરોતાજા કરનારી છે. એ વિશે કાર્લ કહે છે, ‘હું એક છોડની જેમ મારા વિચારો અને આઇડિયાને પાંગરવા દઉં છું. ડિઝાઈનને કુદરતી આકાર પામવા દઉં છું. એની સાથે જ મટિરિયલ, સંદર્ભ અને પડકારોથી એને પ્રભાવિત થવા દઉં છું. આ દૃષ્ટિકોણ ઊંડાણપૂર્વક અને મૌલિક વિચારમાં પરિણમે છે. દરેક પરિધાન અને એસ્સેસરી અમારી અથાક મહેનતનું ફળ છે. સાથે જ એને પહેરનાર અને કુદરતી સૌંદર્યની એમાં ખૂબ કાળજી લેવામાં આવી છે.’

કાર્લ માટે કોઈ એક ક્ષેત્રમાં આગળ વધવું એ માત્ર ધ્યેય નથી. તેને તો માર્ગમાં આવતાં અવરોધોને તોડવા છે. એ વિશે કાર્લ કહે છે, ‘મારી ઇચ્છા છે કે મારા પ્રોજેક્ટ્સ કળા, ડિઝાઈન અને હસ્તકળાની વચ્ચે અસ્તિત્વ રાખે, જેમાં તેમને ફક્ત કામ નથી કરવાનું પરંતુ સ્ટોરી પણ કહેવાની હોય છે.’

આ પણ વાંચો: કેટલી વાર મળ્યા બાદ નક્કી થાય કે…

કાર્લ માત્ર એક ઘરેડમાં જ બંધાઈ નથી રહેવા માગતાં. કાર્લ સૂનાવાલા સાબિત કરી રહ્યા છે કે તેમની ડિઝાઈન ઇન્ટરસેક્શન્સમાંથી આવે છે કે જેમાં ક્રિએટિવિટી, હેતુ અને ટકાઉપણાનો મેળ થાય છે. તેમનું કામ એ વાતનો સંકેત આપે છે કે ભવિષ્યની ડિઝાઈન માત્ર વસ્તુઓ બનાવવા પૂરતી જ નથી, પરંતુ વસ્તુઓને મહત્ત્વપૂર્ણ બનાવવા વિશે છે.

Back to top button