પુરુષલાડકી

ફેશનઃ વિચ બટન ડુ યુ વોન્ટ…

-ખુશ્બુ મુલાણી ઠક્કર

ગાર્મેન્ટમાં બટન એ એક બહુ મહત્ત્વની એક્સેસરીઝ છે.બટન નાખવાથી ગારમેન્ટને એક ડેફિનેશન મળે છે.બટન માત્ર મેન્સ વેર એટલે કે શર્ટમાં જ નથી હોતા, પરંતુ લેડીસ કુર્તા,વેસ્ટર્ન ટોપ્સ,પેન્ટ,વન પીસ ,કે પછી ગાઉન આ બધાજ ગાર્મેન્ટમાં બટનનો ઉપયોગ થાય છે.નાનાં બાળકોના કપડામાં પણ બટનનો ઉપયોગ થાય છે.બટન જેમ અલગ અલગ એજ ગ્રુપ માટે વપરાય છે તેમ તેમ તેમાં ડિઝાઈનનું વેરિએશન જોવા મળે છે.ડિઝાઇન કરતાં પણ જે મટિરિયલમાંથી બનાવવામાં આવ્યા હોય તે પણ અલગ અલગ પ્રકારના હોય છે જેમકે,હાર્ડ પ્લાસ્ટિક,સી શેલ્સ,મેટલ, વુડન, ફેબ્રિક, ટ્રાન્સપેરન્ટ, કુંદન, પર્લ, જ્યૂટ, ટેસેલ સાથે, મીરર, કોડી વગેરે વગેરે. કપડાંની સ્ટાઇલિંગ પ્રમાણે બટનનો ઉપયોગ કરવામાં આવે છે.ચાલો જાણીયે બટનનો ઉપયોગ કઈ કઈ રીતે કરવામાં આવે છે.

Also read : નામ નામ કી બાત હૈ બડી કામ કી બાત હૈ

કિડ્સ વેર – કિડ્સ વેર બટન વગર બની જ ના શકે. બટનથી તો કિડ્સ વેરમાં શો આવે છે. કિડ્સ વેરમાં ખાસ કરીને કોન્ટ્રાસ્ટ કલરમાં બટનનો ઉપયોગ થાય જેથી કરીને આખો ડ્રેસ અટ્રેક્ટિવ લાગે .કિડ્સ વેરમાં વપરાતા બટનની ક્વોલિટી ઘણી ઘણી સારી રાખવી પડે જેથી કરી બટન નવજાત શિશુઓને વાગે નહીં.મોટા ભાગે ટોડલર્સમાં બટન એ રીતે રાખવામાં આવ્યા હોય કે જેમાં બટનનો ઉપયોગ ગારમેન્ટ બંધ કરવામાં ન થાય પરંતુ કોઈ પ્રિન્ટમાં કરવાં આવે.જેમકે, કોઈ ફ્લાવરની પ્રિન્ટ હોય તો ફ્લાવરની વચ્ચે બટન મૂકવામાં આવે જેથી કરી ઓવર ઓલ લુક સુંદર આવે. થોડા મોટા બાળકો માટે બટન કોઈ કેરેક્ટરના શેપમાં હોય છે.અથવા તો કપડાના બટન હોય છે. કપડાના બટન એટલે, મેટલના બટન પર જે ફેબ્રિકમાંથી ડ્રેસ બનાવવામાં આવ્યો હોય તેજ ફેબ્રિકથી અથવા કોન્ટ્રાસ્ટ ફેબ્રિકથી તેને કવર કરવામાં આવે છે. નાનાં બાળકોના કપડામાં બટનની સાઈઝ ઘણી મેટર કરે છે. ઘણી વખત ડ્રેસ આખો પ્લેન હોય તો તેને મોટા બટનથી હાઈલાઈટ કરવામાં આવે છે. જેમકે ડાર્ક બ્લુ ડેનિમનો ડ્રેસ હોય તો તેમાં મોટી સાઈઝના મલ્ટી કલર બટન નાખી ડ્રેસને ઉઠાવ આપવામાં આવે છે.

વુમન્સ વેર- વુમન્સ વેરમાં બટનની ઘણી મોટી વેરાઈટી આવે છે. કુર્તા ,ફેન્સી ટોપ્સ, વેસ્ટર્ન ટોપ્સ વગેરેમાં બટનનો ઉપયોગ કરવામાં આવે છે.ઘણી વખત શો બટન તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેમકે ,કુર્તાના ફ્રન્ટમાં ઓપનિંગ આપ્યું હોય જેમાં હુકનો ઉપયોગ થયો હોય. અને તે કુર્તા પટ્ટી પર બટન માત્ર શો માટે લગાડ્યા હોય તેને શો બટન કહેવાય.શો બટનની સાઈઝ ડ્રેસની સ્ટાઇલિંગ પર આધાર રાખે છે. ડ્રેસ ઇન્ડિયન છે કે , ફોર્મલ છે કે પછી ઈન્ડો વેસ્ટર્ન છે. ઘણી વખત આખા ડ્રેસમાં ફ્રન્ટમાં બટન આપ્યા હોય તેમાં માત્ર ચેસ્ટ સુધી જે બટન હોટ તે જ બંધ કરવાના હોય અને બાકી માત્ર શો માટે હોય .

Also read : ભેજાગેપ કાયદાઓની અજબ-ગજ્બ દુનિયા

ઘણી વખત આખા ડ્રેસમાં બટન આપ્યા હોય જે તમે બંધ કરી શકો. આવા ડ્રેસ ઘણી વખત રિસ્કી થઈ જાય છે જો ગાજ ઢીલા થઈ ગયા હોય તો બટન ખુલી પણ જાય. વુમન્સ વેરમાં પણ સેલ્ફ બટન કોમ્બિનેશન અને કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશન એમ 2 પ્રકારના ઓપશન્સ હોય છે .જેમકે , ફોર્મલ વેર હોય તેમાં ટ્રાન્સપેરન્ટ અથવા સેલ્ફ કલરના બટનનો ઉપયોગ થાય છે. સેલ્ફ કલર એટલે કે, જે કલરનો ડ્રેસ હોય તે જ કલરના બટન હોય. ફોર્મલ વેરમાં સોબર કલર કોમ્બિનેશન સારા લાગે છે જ્યારે કેઝ્યુઅલ ડ્રેસમાં થોડી બ્રાઇટનેસની જરૂર હોય છે. કેઝ્યુઅલ વેર એટલે કે, ઇન્ડિયન વેરમાં કુર્ટસ અને વેસ્ટર્ન વેરમાં ફેન્સી ટોપ્સ અને પેન્ટ્સ કે પછી વન પીસ ડ્રેસ.આ બધા આઉટફિટમાં જેટલા કોન્ટ્રાસ્ટ બટન હશે તેટલા જ તે ડ્રેસ ઊઠીને આવશે .ઘણી મહિલાઓને અલગ અલગ બટનનો એટલો શોખ હોય છે કે, તેઓ ખાસ પ્લેન ડ્રેસ કરાવે અને પેટર્ન આપી બટનનો ઉપયોગ કરે.જો જ્યૂટના બટનનો ઉપયોગ કરવો હોય તો બ્લેક અથવા બેજ કલરનો ડ્રેસ સારો લાગશે. જો ફ્લોરલ પ્રિન્ટ હોય તો, ટ્રાન્સપેરન્ટ બટન સારા લાગશે . જો ટ્રેડિશનલ કુર્તી હશે તો ટેસેલ વાળા બટન સારા લાગશે. ફોર્મલ વેરમાં એક સોબર લુક હોવો જોઈએ ,તેથી ફોર્મલ વેરમાં ખાસ કરીને સેલ્ફ કલરના બટનનો ઉપયોગ કરવામાં આવે છે. બટન માત્ર રાઉન્ડ શેપના જ નથી હોતા પરંતુ ઓવલ, હાર્ટ, ચોરસ વગેરે શેપના હોય છે . ફેબ્રિકની ડિઝાઇન અને ડ્રેસના પેટર્ન પ્રમાણે તમે કઈ ટાઈપના બર્ટનના શેપ વાપરવા છે તે નક્કી કરી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button