પુરુષ

ફેશન: સ્ટોલ છે ને?

-ખુશ્બુ મૃણાલી ઠક્કર

સ્ટોલ એટલે ફેબ્રિકનો ટુકડો કે જે લંબચોરસ હોય છે અને જે સ્કાર્ફ કરતા મોટો હોય છે. સ્ટોલ યન્ગ યુવતીઓમાં ખુબ જ પ્રચલિત છે. સ્ટોલ અલગ અલગ ફેબ્રિકમાં મળે છે અને સ્ટોલમાં ભાત ભાતની પ્રિન્ટ હોય છે. સ્ટોલમાં પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્નેમાં ખૂબ જ વેરાઈટી આવે છે. સ્ટોલ બધી જ વયની મહિલા અને યુવતીઓ વાપરી શકે. સ્ટોલમાં જે અલગ અલગ પ્રિન્ટ અને ફેબ્રિકના ઓપ્શન્સ હોય છે તે તમે તમારી ઉંમર મુજબ ફેશન એક્સેસરીસ રીતે વાપરી શકો. મોટા ભાગે સ્ટોલ બધા જ આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય. શર્ત માત્ર એટલી જ કે, તમારી પાસે જુદી જુદી ટાઈપના સ્ટોલ હોવા જોઈએ કે જે તમે તમારા ગારમેન્ટ સાથે મેચ કરી શકો. સ્ટોલ પહેરવાની પણ અલગ અલગ સ્ટાઇલ હોય છે. તમારા શરીરના બાંધાને અનુસાર અને કમ્ફર્ટ મુજબ તમે સ્ટોલ પેહરી શકો.

ડેનિમ – ડેનિમ સાથે સ્ટોલ એ એક યુવતીઓનું મનપસંદ કોમ્બિનેશન છે. કોઈ પણ શેડના ડેનિમ સાથે સ્ટોલ સારા જ લાગે. ડેનિમ સાથે બ્રાઇટ કલરના સ્ટોલ એક અટ્રેક્ટિવ લૂક આપે છે. યન્ગ યુવતીઓ પાસે બ્લુ, બ્લેક, રેડ, વાઈટ, પિન્ક એવા શેડના સ્ટોલ હોવા જ જોઈએ. ડેનિમ સાથે પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને સ્ટોલ સારા લાગે છે. ડેનિમ સાથે તમને ટુ કોમ્બિનેશન અને થ્રિ કોમ્બિનેશન સારા લાગશે. એટલે કે, જો તમે બ્લેક કલરનું ડેનિમ પેહર્યું હોય અને તેની સાથે રેડ કલરનું ટી-શર્ટ પેહર્યું હોય તો તેની સાથે બ્લેક કલરનો સ્ટોલ પેહરી શકાય. કે પછી થ્રિ કોમ્બિનેશન એટલે, બ્લુ કલરના ડેનિમ સાથે વાઈટ કલરનું શર્ટ અને તેની સાથે પિન્ક કલરનો પ્લેન સ્ટોલ એક સોબર અને ડીસન્ટ લૂક ક્રિએટ કરશે. ડેનિમ સાથે સોલિડ કલરના સ્ટોલ એક ઈમ્પ્રેસીવ લૂક ક્રિએટ કરે છે. ગર્લ્સ આઉટિંગ માટે કે પછી પીકનીક માટે.

આ પણ વાંચો: વન ડ્રેસ મલ્ટિપલ સોલ્યુશન્સ

ફ્લોરલ પ્રિન્ટના સ્ટોલ સારા લાગશે. ફલોરલ પ્રિન્ટમાં પણ નાની અને મોટી એમ ઘણી પ્રિન્ટના વેરિએશન આવે છે તમારી ચોઈસ મુજબ તમે પ્રિન્ટનું સિલેક્શન કરી શકો. ડેનિમ સાથે સ્ટોલ પહેરવાનો હોય ત્યારે જો તમને કોઈ ડ્રેપિંગ સ્ટાઇલ આવડતી હોય તો વાધાંફે સારું લાગશે. ઓનલાઇન ઘણા વીડિઓ આવે છે જે તમને સ્ટોલ કઈ રીતે ડ્રેપ કરવા તે સમજાવે છે. ડેનિમ સાથે સ્ટોલ એક કેઝ્યુઅલ લૂક જ આપે છે.

– સ્ટોલ જયારે કુર્તા સાથે પહેરવામાં આવે ત્યારે કેઝ્યુઅલ અથવા ફોર્મલ એમ બન્ને લૂક આપી શકે. કેઝ્યુઅલી કુર્તા પર પહેરતા સ્ટોલ્સ રેયોન ફેબ્રિકમાં હોય છે. જે પહેરવાથી ઇઝિલી ફોલ્ડ થઇ જાય છે અને તમને મનગમતી પ્રિન્ટ તમે કુર્તા સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો. જયારે સ્ટોલ કુર્તા સાથે પહેરવામાં આવે ત્યારે સ્ટોલ એક સપોર્ટિવ ગારમેન્ટ બની જાય છે, કુર્તો વધારે એન્હાન્સ થાય છે અને જો તમારે સ્ટોલને એન્હાન્સ કરવો હોય તો સ્ટોલની ડ્રેપિંગ સ્ટાઇલ ઈમ્પ્રેસીવ રાખવી પડે.

ઘણી યુવતી અથવા મહિલાઓ કુર્તા સાથે જયારે સ્ટોલ પેહરે છે ત્યારે દુપટ્ટાની જેમ પેહરી લે છે. પ્લેન કુર્તા સાથે પ્રિન્ટેડ સ્ટોલ ખુબ સુંદર લાગશે. આમાં તમે પ્લેન ટુ પ્લેન અથવા કોન્ટ્રાસ્ટ સ્ટોલ પણ પેહરી શકો. સેમી સિલ્ક ફેબ્રિકમાં ઘણી સારી પ્રિન્ટ આવે છે જે પેહર્યા પછી હેવી લૂક આપે. સિલ્ક સ્ટોલમાં થોડી શાઇન પણ હોય છે તેથી તે ફોર્મલ લૂક આપે છે.

આ પણ વાંચો: ફેશન : ફેસ્ટિવ વેરમાં નવું શું છે?

પ્લેન બ્લેક કુર્તા સાથે કલમકારી પ્રિન્ટનો સ્ટોલ એક અલગ જ લૂક આપશે. અથવા તો રાની કલરના ડ્રેસ સાથે ઓરેન્જ સ્ટોલ પેહરી શકાય. જો તમને કંઈક હટકે લૂક જોઈતો હોય તો તમે હેન્ડ પેઇન્ટિંગ વાળા સ્ટોલ પેહરી શકો. જયારે પ્રિન્ટેડ સ્ટોલ પહેરવાના હોય ત્યારે સ્ટોલ ફોલ્ડ ન કરવા, ખુલ્લા રાખવા જેથી પ્રિન્ટ દેખાય. પ્લેન ડ્રેસ સાથે પ્રિન્ટેડ સ્ટોલ ઓફિસમાં મિટિંગમાં પણ પેહરી શકાય. સ્ટોલ પેરહવાની એક સ્ટાઇલ હોય છે જો તમે સ્ટાઈલમાં ડ્રેપિંગ કરી શકો તો ૧ સ્ટોલમાંથી તમે ઘણા વેરિયેશન કરી શકો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button