ડિયર હની તારો બન્નીઃ માત્ર વહુ જ નથી વગોવતી મોટાં ખોરડાં…

કૌશિક મહેતા
ડિયર હની,
આપણે ઘણીવાર ચર્ચા થઇ છે કે, આ સાસુ-વહુના ઝગડા ખતમ ક્યારે થાય કે થશે?
એનો જવાબ સાવ સહેલો નથી, કારણ કે આજેય મોટાભાગના ઘરોમાં ઘરની સમસ્યા માટે મોટાભાગે વહુને જવાબદાર ગણવામાં આવે છે. આમ તો સાસુ કહેતી હોય છે કે, ‘વહુ આવે એટલે ઘરની જવાબદારીમાંથી છુટું..’ પણ વહુ આવ્યા બાદ કોઈ સાસુ એમ વહુને બધી સત્તા આપતી નથી ને અહીંથી સમસ્યા શરૂ થાય છે.
મને તો પેલું લોકગીત પણ બહુ ખૂંચે છે : ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં…’ આ ગીત વર્ષો જૂનું છે અને ગવાતું રહે છે. મહિલાઓ જ એ ગાય છે. એમાં એ બધા ક્યારેક ને ક્યારેક વહુ રહી જ હોય છે, છતાં આ ગીત એ ગાતી રહે છે. નવીસવી વહુને સબંધી આ લોકગીત લખાયું છે અને ગવાતું રહે છે.
આ ગીત તેં કદી આખું સાંભળ્યું છે? આજની વહુઓ તો નહીં જ સાભળ્યું હોય.
હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ
પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણાં ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણાં ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણાં ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણાં ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ….
આ પણ વાંચો….ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!
આટલું થયા પછી વાત પૂરી થતી નથી. પછી વહુને ઝેર પીવાની ફરજ પાડવામાં આવે છે અને એના અંતિમ સંસ્કાર સુધીની વાત આ લોકગીતમાં આવે છે. આ ગીતનાં અનેક અર્થ કરી શકાય એમ છે. કોઈ કહે છે કટાક્ષ છે, કોઈ કહે છે એક સંદેશ છે. જોકે, વાસ્તવિકતા તો એ છે કે, આ લોકગીતમાં પણ પુરુષપ્રધાન સમાજની છબી અંકિત થયેલી છે, જેમાં વહુ પાસે જ બધી અપેક્ષા રાખવામાં આવે છે – વહુને દંડવાની જ વાત આવે છે. આવાં બીજાં ગીતો પણ છે : ‘વહુના વાંકે ઘર બગડે’… ‘નવી વહુ આવી ઘરમાં…’ અને ગુજરાતી સિવાયની બીજી ભાષાઓમાં પણ આવાં ગીત છે.
રાજસ્થાનમાં ‘બહુ બડેરી…’
જેવાં ગીતોમાં વહુના વર્તનને ઘરની અશાંતિ સાથે જોડવામાં આવે છે. ભોજપુરી લોકગીતોમાં ‘नई बहुरिय- નવી વહુ’ ને લગતાં ગીતોમાં વહુના અનુભવના અભાવને લીધે ઘરમાં થતી ગડબડનું રમૂજી વર્ણન હોય છે. પંજાબીમાં વહુની ભૂલો જેવાં ગીતોમાં વહુની નવી ભૂમિકા અને તેના કારણે થતી ગેરસમજોને રમૂજના રૂપમાં દર્શાવાય છે.
ટૂંકમાં, આ લોકગીતોમાં રમૂજ ભલે હોય પણ ઇશારા તો વહુને વગોવવના જ હોય છે. બીજી બાજુ, સાસુ કે પુરુષોને વગોવતાં ગીતો બહુ ઓછાં છે. ઉદાહરણ તરીકે, ‘ સાસુ બોલે બધું ખોટું, વહુનું શું ચાલે?’ જેવી પંક્તિઓ હાસ્યના રૂપમાં સાસુની ટીકા કરે છે. આ ગીતો ઘણીવાર મહિલાઓના સમૂહમાં ગવાય છે. ‘સાસુનો ડર રહે, વહુ ન કરે કામ…’ એવું ય ગીત છે. અન્ય ભાષાઓમાં પણ કેટલાં ક ગીતો છે. મહારાષ્ટ્રમાં सासूबाईची कटकट’ (સાસુની કટકટા) જેવાં ગીતોમાં સાસુની નાની-નાની ટેવો કે એના કડક સ્વભાવ પર ટીકા થાય છે. આ ગીતો ગ્રામીણ મહિલાઓમાં લોકપ્રિય છે.
બંગાળમાં વહુ-સાસુ ગીતોમાં ક્યારેક સાસુની અપેક્ષાઓ અને વહુની મુશ્કેલીઓનું રમૂજી વર્ણન હોય છે. ભારતના આદિવાસી સમુદાયો, જેમ કે ગુજરાતના ભીલ અથવા રાજસ્થાનના ગરાસિયાનાં ગીતોમાં ક્યારેક પુરુષોની બેદરકારી (જેમ કે દારૂ પીવો કે ઘરની જવાબદારી ન લેવી) પર ટીકા થાય છે.
આજનાં આધુનિક ગીતોમાં પણ કેટલાક દાખલા છે. ફિલ્મી ગીતો પણ છે. ‘દિલ્લી-6’નું ‘સાંસ ગારી દેવે …’ બહુ લોકપ્રિય બન્યું હતું. જો કે, આવાં ગીતોનું પ્રમાણ બહુ ઓછું છે. આધુનિક કવિઓ પણ આવા વિષયો પર ઓછું લખે છે. સંદેશ સ્પષ્ટ છે કે, મહિલાઓની સ્થિતિ ભલે સુધરી છે, પણ પુરુષ પ્રધાન સમાજમાં હજુય સ્ત્રી પર કેટલાંક બંધન છે. સ્ત્રી શિક્ષિત થઇ છે, કમાતી થઇ છે એટલે એ સાસરિયામાં ત્રાસ સહન કરતી નથી અને ફરિયાદ કરતી થઇ છે, પણ હજુ ફરિયાદ ના થઇ હોય એવા કિસ્સાનું પ્રમાણ ઝાઝેરું છે.
આ પણ વાંચો….બધાને પત્ની કાળી નહીં, ગોરી જ જોઈએ!
સાસુઓએ, સસરાઓએ અને પતિદેવોએ એ સમજવું પડશે કે તમારે ઘેર આવેલી વહુને પણ બધા અધિકાર છે. એ સોફ્ટ ટાર્ગેટ
તારો બન્ની