પુરુષ

…પરંતુ 90 ટકા જેટલા પુષો એવું નથી કરી શકતા

વિશેષ -મધુ સિંહ

સામાન્યપણે જ્યારે સ્ત્રીઓના સ્વભાવની જટિલતાને વ્યક્ત કરવી હોય તો લોકો સહેલાઇથી કહી દેતા હોય છે કે ખુદ ઇશ્વર પણ સ્ત્રીઓને સમજવામાં થાપ ખાઇ જતા હોય તો પામર મનુષ્યની તો શું લાયકાત? જો કે આ વાત ક્યાંકને ક્યાંક સાચી પણ છે. કુદરતે સ્ત્રીઓની શારીરિક અને માનસિક સંરચના જ એવી બનાવી છે કે તેમની વિચારશક્તિ પુષો કરતા પણ ઝડપી અને અલગ હોય છે. એક મહિલા એકસાથે 3 કામ કરી શકે છે અને ત્રણેયમાં તેનું પૂરેપું ધ્યાન હોય છે. પરંતુ 90 ટકા જેટલા પુષો એવું નથી કરી શકતા. જો કે 10 ટકા પુષોમાં આ ક્ષમતા જોવા મળતી પણ હોય છે.

અનેક પ્રકારના મનોવૈજ્ઞાનિક અને શારીરિક કાર્યક્ષમતાઓ સાથે જોડાયેલા સંશોધનોમાં આવી વિગતો બહાર આવી છે, જેમકે મહિલાઓની જીભમાં પુષો કરતા વધુ સ્વાદગ્રંથિઓ હોય છે જેને કારણે પુષોને ખાનપાનમાં અમુક જ ચીજવસ્તુઓ પસંદ આવે છે જ્યારે મહિલાઓની પસંદીદા વાનગીઓની યાદી ઘણી લાંબી હોય છે. આ જ વાત રંગોની બાબતમાં લાગુ પડે છે. સ્ત્રીઓ અનેક રંગ તથા તેના અવનવા શેડ્ઝને પારખી શકે છે. આથી તેઓ અલગ અલગ રંગમાં કપડાઓની માગ કરતી હોય છે જ્યારે પુષોના પહેરવેશમાં રંગોની એટલી વિવિધતા જોવા નથી મળતી.

ફક્ત રંગો પારખવાની ક્ષમતા જ નહિ, પુષોની તુલનાએ સ્ત્રીઓમાં ભાવનાત્મક વિચારોની ક્ષમતા પણ વધુ હોય છે. સ્ત્રીઓ વધુ ખરાબ સપનાં જુએ છે. પુષો કલ્પનાશીલ હોય છે આથી તેમના સપના પણ સીમિત હોય છે. એ વાત અલગ છે કે હોલીવુડ અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર્ટ અને ક્રિએટિવ ડિરેક્ટર પુષો વધારે હોય છે. જો સ્ત્રીઓને પણ છૂટ મળે તો કદાચ તેમની કલ્પનીશીલતાની પણ નવી ઉડાન જોવા મળે. જ્યારે કેટલીક સ્ત્રીઓએ તેમની વિચારધારા મુજબ ફિલ્મો બનાવી, ત્યારે તેમની કળાત્મકતામાં અનોખાપણું જોવા મળ્યું. ખાસ કરીને કલ્પના લાઝમી અને સઇ પરાંજપે જેવી મહિલા ફિલ્મ નિર્દેશકોએ તેમની ફિલ્મોમાં રંગોની અભિવ્યક્તિનેને નવી ઊંચાઇ આપી છે.

જો કે નિર્ણય લેવાને મામલે સ્ત્રીઓમાં જબરજસ્ત દુવિધા જોવા મળે છે. તેઓ તેમના જીવનનો એક વર્ષથી પણ વધુનો સમય કયો પોષાક પહેરવો તે નક્કી કરવા પાછળ લગાડે છે. તેઓ એકઝાટકે નક્કી નથી કરી શકતા કે શું પહેરવું જોઇએ, ક્યારેક તો તેઓ પહેરેલાં પરિધાનો ઉતારીને અન્ય પરિધાન ધારણ કરતી હોય છે. મહિલાઓમાં બચત કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. ભલે ગમે તેટલા ખર્ચા થાય, તેઓ તેમની આવકનો કોઇ નાનકડો ભાગ તો બચાવી જ લે છે. સ્ત્રીઓ પુષોની તુલનામાં ઓછું રિસ્ક લે છે જેથી ઘણી ઓછી સ્ત્રીઓ પ્રોફેશનલ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

સ્ત્રીઓ સામાન્યપણે પ્રેમનો એકરાર કરવામાં ખૂબ જ કંજૂસ હોય છે. કેટલીકવાર તો તેઓ જેને પ્રેમ કરતી હોય છે તેની સામે આજીવન તેઓ પોતાની લાગણીઓની રજૂઆત કરી શકતી નથી. જ્યારે પુષો આ મામલે બિન્દાસ હોય છે. મહિલાઓને તેમના પ્રેમી સાથે જોડાયેલી નાની નાની બાબતો યાદ રહે છે. જેમકે પહેલીવાર ક્યાં મળ્યા હતા, શું વાતચીત થઇ હતી વગેરે, મહિલાઓ નિર્ણય લેવાના મામલે ભલે કમજોર હોય પરંતુ તેમને હંમેશાં એવું લાગે છે કે તેઓ જે કરી રહી છે તે જ યોગ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button