
આહારથી આરોગ્ય સુધીઃ ડૉ. હર્ષા છાડવા
બોરોન એ કુદરતી રીતે બનતું એક ધાસું અને જલવો કરવાવાળું સુપર તત્ત્વ છે. બોરોન માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાઓની વિશાળ શ્રેણી ધરાવે છે. બોરોન માનવ કે અન્ય જીવજંતુ માટે જેટલું જરૂરી છે. તેટલું જ શાકભાજી ફળો અન્ય ખાદ્યપદાર્થ જે જમીનમાં ઊગે છે તેના વિકાસ માટે પણ ખૂબ જરૂરી તત્ત્વ છે. નાના છોડવા કે શાકભાજી ઊગવા માટે બોરોન જરૂરી છે.
બોરોન એ અસંખ્ય સ્વાસ્થ્ય લાભો સાથેનું મૂલ્યવાન તત્ત્વ છે. બોરોનની શક્તિનો અનુભવ કરવવા માટે હું આતુર છું. આ તત્ત્વ જેમાંથી મળે છે તે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરી તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીનો અનુભવ કરો. બોરોનની ઊણપના લક્ષણ વિશિષ્ટ કે બહુ સ્પષ્ટ નથી હોતા.
બોરોન હાડકાંના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે હાડકાંની મજબૂતી જાળવવામાં મોટી મદદ કરે છે. હાડકાંના બંધારણને ટકાવી રાખવા માટે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ચયાપચયમાં મદદ કરે છે. જેથી હાડકાંની વૃદ્ધિ સરળ બને છે. વિટામિન-ડીના સ્તરના નિયમનો આધાર બોરોન છે. જે ઓસ્ટિયોપોરોસીસથી બચાવ કરે છે.
જો ઓસ્ટિયોપોરોસીસ થયો હોય તો બોરોન યુક્ત આહારથી નિયંત્રણ કરી શકાય છે. જે સોડિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજોનું એકીકરણ અને ચયાપચયના ચોક્કસ ઉત્સેચકોને નિયંત્રિત કરે છે. મહિલાઓમાં પોસ્ટ મેનોપોઝ માટે ખૂબ જરૂરી છે.
બોરોન મેગ્નેશિયમને અનુકૂળ બનાવે છે જે પેટના પેરિએટલ સેલને ગુણવત્તાવાળું એસિડ બનાવવામાં જોરદાર મદદ કરે છે. જેથી પ્રોટીનની અંદર છુપાયેલું વિટામિન બી-12 બહાર નીકળે તેનો ફેલાવો થાય એટલે કે પ્રોટીનની ચેન ખુલે અને વિટામિન બી-12 સ્તોત્ર રિલીઝ થાય. વિટામિન-ડીને એક્ટિવ બનાવે. તેમ જ અલ્ફાસેલ અને હાઇડ્રોકસીલેઝ એન્ઝાઇમ કિડની બનાવી શકે. બોરોનનો વિટામિન બી સાથે સંબંધ મજબૂત છે જે શરીરના ઘાવ ભરવા કે થવા ન દેવા માટે જરૂરી છે.
શરીરના ચચાપચનને મજબૂત બનાવવા, પેરિએટલ સેલ મજબૂતી સાથે કામ કરવા માટે બોરોન જરૂરી છે. બોરોન હાડકામાં મેગ્નેશિયમના અવશોષણ અને જમાવને ગુણવત્તા પ્રદાન કરે છે. લગભગ સાંઇઠ ટકા જેટલા મેગ્નેશિયમ હાડકાંમાં હોય છે. જે કોશિકાઓને સ્થિર કરે છે. કેલ્શિયમની ક્રિયાઓને સંતુલિત કરે છે. વિટામિન-ડી સંતુલિત હોય તો થાઇરોઇડ કે ડાયાબિટીસની સમસ્યા થતી નથી.
બોરોનના લાભકારી હાર્મોનલ પ્રભાવ સંભવત સ્ટ્રીરોઇડના વિસિનલ હાઇડ્રોકિલેશન પર આનો સામાન્ય પ્રભાવ પડે છે. વિસિનલનો અર્થ કોઇપણ બે કાર્યત્મક સમૂહને જોડવું. બોરોન યુક્ત ખોરાકનો પ્રભાવ સ્ત્રી અને પુરુષના જનન અંગો માટે જરૂરી સ્ટીરોઇડના સ્તરમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે બોરોન યુક્ત આહાર સીરમ એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થાય છે. જેમણે રજોનિવૃતિ (મેનોપોઝ) ની સુખાકારી માટે બોરોન યુક્ત આહાર લીધો તેઓ શારીરિક અને માનસિક રીતે સશક્ત બને છે.
હક્કી એટ અલ નામના શોધકર્તા મેટ્રિક્સ પ્રોટીનને એક શૃંખલાના મેસેજર આર. એન. એ. સી અભિવ્યક્તિને નિયંત્રિત કરે છે. જે ઘાવ ભરનાર પ્રોટીન અને ખનિજયુકત એન્ઝાઇમ સંબંધિત પ્રોટીન કોલેજન ઓસ્ટિયોપોર્ટિન, ઓસ્ટિયો કેલ્સિન અને સિયાલો પ્રોટીનનું નિયંત્રિત કરે છે. આ સંયુક્ત ક્રિયાના પ્રભાવને કારણે અસ્થિ કોશીકાઓ ને મિનરલસને મજબૂતી મળે છે. ચહેરા પરની ચામડીનું બગડવું એ કોલાજન આધારિત છે. બોરોન ચામડી નીચેના ઘાવ ભરવા માટે કોલાજન પ્રોટીનને એન્ઝાઇમ દ્વારા સુગમ બનાવે છે.
હાડકાંના સ્વાસ્થ્ય ઉપરાંત બોરોન મગજના કાર્યમાં સુધારવામાં બળતરા ઘટાડવામાં અને હાર્મોનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. બોરોન વિશે વધુ ચર્ચા થતી નથી. તેથી તેને જાળવવા માટે કે તેની ઊણપ વિશે લોકો ગંભીર નથી. બોરોન યુક્ત સમૃદ્ધ આહારમાં સમાવેશ કરીને સ્વાસ્થ્ય મજબૂત બનાવી શકાય છે. અતિરેક ન કરવો નહીં તો ઝાડા, ઊલટી, ઊબકા જેવાં લક્ષણો દેખાય છે. સપ્લિમેન્ટથી બોરોન લેવાથી ઘણીવાર તેની ખરાબ અસરો જોવા મળી છે. આહારથી ખૂબ જ સારી માત્રામાં બોરોન તત્ત્વ મળી રહે છે.
આપણ વાંચો: બધાને એકસરખી પજવતી સર્વસામાન્ય સમસ્યા: ઍસિડિટી
બોરોન યુક્ત આહાર જેવા કે બેલફળ, બાદામ કીસમીસ, એવાકાડો, બ્રોકલી, અખરોટ, હેઝલનટ બ્રાઝીલનટ, સફરજન, શિંગદાણા, પીચ, દ્રાક્ષ, નાશપતિ, કેળા, કેળાની છાલ, બટાટા છાલ સાથે રાજમા, પાલક, મસૂર, મકાઇ, ચેરી, ચણા, વટાટા, ઘરનું માખણ, જીરૂ. આ આહાર હાથ પગમાં સમવન્ય બનાવી રાખશે. પેશાબમાંથી વધુ કેલ્શિયમ અને મેગ્નેશિયમને નીકળી જતું બચાવશે.
માથાનો દુ:ખાવો, પેટનો દુખાવો વગેરેથી આ ખાદ્યપદાર્થ બચાવે છે. પ્રતિકાર્ય રક્ષા પ્રણાલીને નબળી થતી બચાવશે. હાડકાંના સ્વાસ્થ્યને સુધારશે, માનસિક સર્તકતાની કમીને દૂર કરશે. મસ્તિષ્ક, ધ્યાન, સ્મૃતિના કાર્યને મજબૂત રાખશે. અવસાદ કે ડીપ્રેશન, અલ્ઝાઇમર જેવી તકલીફો નહીં થાય.
બેલફળમાં સૌથી સારો સ્ત્રોત છે. કેળા, કીસમીસ, સૂકામેવા જેવા આહારનો ઉપયોગ જરૂરથી થવો જોઇએ. સરળતાથી સંતુલિત આહારમાં ફીટ થઇ શકે તેવો ખોરાકનો સ્ત્રોત અપનાવો.
બોરોનમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે સંધિવા, બોનટીબી, સાંધાના દુ:ખાવા અને જડતા ઘટાડવા મદદ કરશે. ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસીસ કે અન્ય હાડકાંની બીમારીને અટકાવી શકાય. દોડવીર માટે પણ બોરોન યુક્ત ખાદ્યપદાર્થ જરૂરી છે.
આપણ વાંચો: વાયુજન્ય રોગોના નિવારણ માટે બસ્તિ ક્રિયા ઉત્તમ ઉપાય છે



