પુરુષ

ઇસરોની સ્પેસ ટૅકનોલૉજીમાં ખૂબ જ કાર્યશક્તિ વિકસાવનાર સ્પેસ ટૅકનોલૉજીસ્ટ જી. માધવન નાયર

કવર સ્ટોરી -ડૉ. જે. જે. રાવલ

જી. માધવન નાયરનો જન્મ ૧૯૪૩ના ઑક્ટોબર મહિનાની ૩૧ તારીખે ત્રાવણકોર રાજ્યના કુલશેખરમ્માં થયો હતો. આ ક્ષેત્ર હાલમાં તામિલનાડુના ક્ધયાકુમારી જિલ્લામાં છે. તેઓેએ કેરળ યુનિવર્સિટીની ત્રિવેન્દ્ર સ્થિત કૉલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઇન્જિનિયરીંગમાં ઇ.જભ.ની ડિગ્રી મેળવી હતી. તેમના ગ્રેજ્યુએશન પછી તેઓએ ભાભા એટમીક રિસર્ચ સેન્ટરની ટ્રેઇન સ્કૂલમાં ટ્રેઇનિંગ લીધી હતી.

નાયરસાહેબ રોકેટ સિસ્ટમ ટૅકનોલૉજી ક્ષેત્રના મહારથી ગણાય છે. તેમણે મલ્ટીસ્ટેજ સેટેલાઇટ લોંચ વેહિકલ્સના વિકાસક્ષેત્રે બહુ મોટું યોગદાન આપ્યું છે. આના કારણે ભારતે અંતરીક્ષમાં રોકેટ મોકલવા માટે સ્વનિર્ભરતા મેળવી. નાયર સાહેબની આ મોટી સિદ્ધિ ગણાય. જ્યારે રશિયાએ અને અમેરિકાએ ભારતને સ્પેસ ટૅકનોલૉજીક્ષેત્રે વિવિધ ઉપકરણો, સાધનો, નો-હાઉ, ઇંધણ, પૂર્જા વગેરે આપવાની નામરજી દર્શાવી ત્યારે નાયરસાહેબ અને તેમની ટીમે પડકાર ઝીલી લઇને નવી ટેકિનક અને નવા સંશોધન કરી ભારતની અંતરીક્ષ ઉડાન જાળવી રાખી હતી. નાયરસાહેબની આ બીજી સિદ્ધી હતી.

નાયરસાહેબે ઙજકટ પોલર સેટેલાઇટ લોંચ વેહિકલનો વિકાસ કર્યો જેને ભારતને સ્પેસ ટેકનોસી, સ્પેસ -ફેરી ટૅકનોલૉજીમાં માનનીય સ્થાન અપાવ્યું. PSLV ઇસરોનું વર્કહોર્સ ગણાય છે. વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેકટર તરીકે તેમણે ભારતના જીઓ-સિન્ક્રોનસ સેટલાઇટ લોંચ વેહિકલ (GSLV)ની સફળ ઉડ્ડયનનું નિર્દેશન કરેલું. લિક્વીડ પ્રોપલ્સન સિસ્ટમના ડિરેકટર તરીકે નાયરસાહેબનું ક્રાઇજેનિક એન્જિનની ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં ખૂબ જ પ્રસંશનીય યોગદાન રહ્યું છે. આમ આ મહારથ સ્પેસ સાયન્ટિસ્ટની ઇસરોના અધ્યક્ષ અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસના સેક્રેટરી તરીકે કામગિરી જબ્બર રહી છે.

નાયરસાહેબ સેન્ટર ઑફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટના અધ્યક્ષ, ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમના ચીફ, ટેલીકમાન્ડ સિસ્ટમના પ્રોજેક્ટ મેનેજર પે-લોડ ઇન્ટિગ્રેશન સિસ્ટમના હેડ વગેરે બહુ જવાબદારીવાળી પોસ્ટ પર કામ કરી પછી ઇસરોના ચૅરમૅન બન્યા હતા. આથી આપણે સમજી શકીએ કે ઇસરોના ચૅરમૅન સ્પેસ ટૅકનોલૉજી સિસ્ટમમાં કેટલા બધા નિપૂણ હોય છે. તેઓ સ્પેસ ટૅકનોલૉજી સિસ્ટમના દરેક સ્ટેપ પર કામ કરી ચૂકેલા હોય છે, પછી જ તેઓને ઇસરોના ચૅરમૅન બનાવવામાં આવે છે.

નાયરસાહેબ ઇસરોના ચૅરમૅન હતા તે દરમિયાન ૨૭ સફળ અંતરીક્ષ ઉડાન થઇ હતી. તેમાં ઇનસેટ-૩૯, કાર્ટોસેટ-૧, હેમસેટ-૧, ઇન્સેટ ૪અ પીએસએલવી (PSLV) – ઈ૫, જીએસએલવી (GSLV) F 01, PSLV-C6 કોર્ટોસેટ-૨, INSAT-4B, SRE-1, PSLV-7 PSLV-8, GSLV-F04, INSAT-4CR, PSLV-C10, કાર્ટોસેટ-૨અ,IMS-1, PSLV-C9, Q„Öpe“-1, PSLV-C11, PSLV-C12, RISAT-2, ANUSAT, PSLV-C14 and Oceansat-2. નાયરસાહેબે સ્પેસ ઉડાનમાં ખૂબ જ મોટી સેવા આપી હતી ઇસરોને ખૂબજ શક્તિશાળી બનાવ્યું છે.

નાયરસાહેબે ભવિષ્ય માટેની સ્પેસ ટૅકનોલૉજીનું કાર્ય કર્યું હતું જેથી સ્પેસ સિસ્ટમ ક્ષમતા વધે અને ઓછા ખર્ચે મિશન સંભવ બને નાયરસાહેબે સ્પેસ ટૅકનોલૉજી અને સાયન્સનો સમાજ માટે કેટલો વધારે ઉપયોગ થાય તે માટે કાર્ય કર્યું છે. તેમાં ટેલિ-એજ્યુકેશન અને ટેલિ-મેડિસીન જેવી સગવડતાનો સમાવેશ થાય છે. દેશમાં અંતરીક્ષ વૈજ્ઞાનનું સંશોધન આગળ વધે માટે તેમને કાર્યક્રમો બનાવ્યા હતા. અંતરીક્ષનું વૈજ્ઞાનિક ખેડાણ થાય તે માટે નાયરસાહેબે એસ્ટ્રોસેટ, ચંદ્રયાન મુન મિશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટને સક્ષમ બનાવવાના કાર્યક્રમો આપ્યા હતા. તેમણે રોકેટ મોકલવા નવી ટૅકનોલૉજીના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું છે અને તે બાબતે નેતૃત્વ પૂરું પાડ્યું છે જેમાં સ્પેશક્રાફટ કોમ્યુનિકેશન, રિમોટ સેન્સિંગ અને એવા સમાજની જરૂરિયાતોને પૂરી પાડવાના એપ્લિકેશન પ્રોગ્રામ આપ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે નાયરસાહેબે ભારતીય ડેલીગેશનને લઇ જઇ કેટલીયે સ્પેસ એજન્સીઓ અને દેશો વચ્ચે સ્પેસ ક્ષેત્રે સહકાર વધે અને ટૅકનોલૉજી વાજબી ભાવે મળે તે માટે ઉમદા કાર્ય કર્યું છે, જે માટે દેશ તેમને યાદ રાખશે. અંતરીક્ષક્ષેત્રે તેમણે ફ્રાન્સ, રશિયા, બ્રાઝીલ, ઇઝરાયલ વગેરે સાથે સહકાર વધારવાનું ઉમદા કાર્ય કર્યું છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની સાયન્સ એન્ડ ટૅકનોલૉજી સબ-કમિટીમાં અંતરીક્ષનો શાંતિ માટે કેટલો અને કેવી રીતે ઉપયોગ થાય તેની ચર્ચા કરવા નાયર સાહેબ ડેલીગેશન લઇને ગયા હતા અને સફળતા મેળવી હતી.
નાયરસાહેબનું મુખ્ય ધ્યાન હાઇ ટૅકનોલૉજી ક્ષેત્રે આત્મનિર્ભરતા (સ્વ નિર્ભરતા) મેળવવાનું અને સ્પેસ ટૅકનોલૉજીને ભારતનો વિકાસ કરવા ઉપયોગ કરવાનું, તેનો લાભ ભારતના ગરીબ લોકોને થાય અને ભારતના અંતરાળ ક્ષેત્રોનો બધી રીતે વિકાસ થાય તે માટે હતું. નાયરસાહેબે બીજું શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તો તિરુવનન્તપૂરમમાં સ્પેસ સાયન્સ એન્ડ ટૅકનોલૉજીની ઇન્સ્ટિટયૂટ સ્થાપવાનું છે.
નાયરસાહેબે સ્પેસ સાયન્સ અને ટૅકનોલૉજીને સમાજના આર્થિક ઉત્થાન માટે વિકસાવી. તેઓ અંતરીક્ષ ર્કોપોરેશનની ગવર્નિંગ બોડીના ચૅરમૅન હતા. તેઓ નેશનલ રીમોટ સેન્સિંગ એજન્સીના પણ ચૅરમૅન હતા.

નાયર સાહેબ ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા અને ૨૦૦૬થી ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સની સાયન્ટીફિક એકટીવિટીઝ કમિટીના ઉપાધ્યક્ષ છે. નાયરસાહેબ ૯૭મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ૨૦૦૯-૨૦૧૦ના જનરલ પ્રેસિડેન્ટ હતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજીના બોર્ડ ઑફ ગવર્નસના ચૅરમૅન હતા.
નાયરસાહેબને નિમ્ન લિખીત ખૂબ જ પ્રતિષ્ઠિત અવૉર્ડ મળ્યા છે. જેમાં ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીનો શ્રી બળવંતભાઇ પારેખ ગોલ્ડ મેડલ અને અવૉર્ડનો સમાવેશ થાય છે.
૧. નેશનલ એરોનોટીકલ અવૉર્ડ
૨. FIE ફાઉન્ડેશન અવૉર્ડ
૩. શ્રી ઓમપ્રકાશ ભસીન અવૉર્ડ
૪. સ્વદેશી શાસ્ત્ર પુરષ્કાર અવૉર્ડ ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિએશનનો
૫. વિક્રમ સારાભાઇ મેમોરિયલ ગોલ્ડ મેડલ
૬. ડૉ. યેલવર્થી નયુદમ્મા મેમોરીઅલ અવૉર્ડ ૨૦૦૪
૭. એચ. કે. ફિરોડિયા અવૉર્ડ ૨૦૦૫
૮. લોકમાન્ય તિલક અવૉર્ડ (તિલક સ્મારક ટ્રસ્ટનો),
૯. શ્રી મિથીરા થીરુમલ ટ્રસ્ટનો શ્રી ચિથીરા થીરુમલ અવૉર્ડ
૧૦. એમ.પી. બિરલા મેમોરીયલ અવૉર્ડ ૨૦૦૯
૧૧. ભૂ રત્ન અવૉર્ડ
૧૨. મોહમેદ અબ્દુલ રહીમાન સાહેબ નેશનલ અવૉર્ડ
૧૩. એ.વી. રામરાવ ટૅકનોલૉજી અવૉર્ડ
૧૪. ચાણક્ય અવૉર્ડ
એમ કુલ અઢાર પ્રતિષ્ઠિત અવૉર્ડ મળ્યા છે. તેમની સ્પેસ સાયન્સ એન્ડ ટૅકનોલૉજીની કારકિર્દી જબ્બર રહી છે.૨૦૦૭માં ચિદમ્બરમમાં ભરાયેલ ૯૪મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં તેમને ભારતના વડા પ્રધાન તરફથી ગોલ્ડ મેડલ મળ્યો છે. ૨૦૦૮માં નાયર સાહેબને ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશનનો એમ. એમ. છૂગાની અવૉર્ડ મળ્યો છે. ૨૦૦૮માં રાજા રામમોહનરાયની ૨૩૬મી વર્ષગાંઠના દિને નાયરસાહેબને રાજા રામમોહનરાય પુરષ્કારથી સન્માનવામાં આવ્યા હતા. આ તેમની સ્પેશ સાયન્સ અને ટૅકનોલૉજી ક્ષેત્રે કામગીરી દર્શાવે છે.આ ઉપરાંત ભારત સરકાર તરફથી નાયરસાહેબને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણના અવૉર્ડ પર એનાયત થયાં છે.

નાયરસાહેબને વિશ્ર્વ વિદ્યાપીઠો તરફથી અગણિત માનદ્ ડૉકટોરેટર ડિગ્રીઓ એનાયત થઇ છે તેમાં પંજાબ ટેક્નિકલ યુનિવર્સિટી, શ્રી વેંકટેશ્ર્વર યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજી-દિલ્હી, રાની દુર્ગાવતી વિશ્ર્વવિદ્યાલય, કોચીન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનોલૉજી, રાજીવ ગાંધી ટેનિક્લ યુનિવર્સિટી, યુનવર્સિટી ઑફ કેરાલા, જછખ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનોલૉજી, પંડિત રવીશંકર શુક્લ યુનિવર્સિટી, કર્ણાટક યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજી (મુંબઇ), ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજી ખડગપુર, સુરેશ ગ્યાન વિહાર યુનિવર્સિટી, એમીટી યુનિવર્સિટી જેવી વિખ્યાત વિદ્યાસંસ્થાઓ તરફથી કુલ ૧૪ ડોકરોટરેટની ડિગ્રીઓ મળી છે.

નાયરસાહેબને નીચે દર્શાવેલ ફેલોશિપ અને મેમ્બરશિપ મળી છે.

ઇન્ડિયન નેશનલ એકેડેમી ઑફ ઇન્જિનિયરીંગ એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા, નેશનલ એકેડેમી ઑફ સાયન્સીસ, ઇન્ડિયન સોસાયટી ઑફ નોન-ડિસ્ટ્રકશન ટેસ્ટિંગ, તેઓ સિસ્ટમ સોસાયટી ઑફ ઇન્ડિયા, કરન્ટ સાયન્સ એસોસિશેનની વર્કિંગ કમિટીના સભ્ય છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝના સિનિયર એસોસિએટ છે. તેઓ ઇન્ટરસ્પુટનિક બોર્ડના અધ્યક્ષ છે. એરોનોટીકલ સોસાયટી ઑફ ઇન્ડિયાના માનવંતા ફેલો છે, ઇન્સ્ટિટયૃટ ઑફ એન્જિનિયર્સ ઑફ ઇન્ડિયાના ઓનરરી ફેલો છે.

તેઓ રીસર્ચ કાઉન્સિલ ઑફ નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝના અધ્યક્ષ છે અને ઇન્ટરનેશનલ એકેડેમી ઑફ એસ્ટ્રોનોટિક્સના ૨૦૦૯ના અધ્યક્ષ હતા. નાયરસાહેબે પોતાની આત્મકથા લખી છે તેનું શિર્ષક છે. “અગ્નિપરીક્ષકલ.

નાયરસાહેબે સ્પેસ સાયન્સ ઍન્ડ ટૅકનોલૉજીના ક્ષેત્રે ભારતની ઘણી સેવા કરી છે.

ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીએ તેનો શ્રી બલવંતભાઇ પારેખ ગોલ્ડ મેડલ અને અવૉર્ડ નાયરસાહેબને એનાયત કર્યો છે. ત્યારે તેઓ બોરીવલીમાં આવેલા અને અમે આ સહજ અને સરળ ઇસરોના અધ્યક્ષ સાથે વાતચીત કરેલી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button