પ્રજામત

પ્રજામત

‘સિનેમા ઘરો ફરી પાછા ધમધમવા લાગ્યા…’

ભારત દેશમાં વિકાસમાં ઉદ્યોગો, ધંધાઓ તથા બીજા પ્રકારના વ્યવસાયોનો ખૂબ મોટો ફાળો છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવાનું લક્ષ્ય સાથે વધુ રોજગારીઓ પણ પૂરી પાડી દેશ, પ્રજાના વિકાસની ગાડી પૂરપાટ દોડતી રહે છે. આમાં ફિલ્મી જગતનો ફાળો નાનોસૂનો હોતો નથી પણ ઈલેક્ટ્રોનિક માધ્યમોના વિવિધમ્ વિકાસ.. મલ્ટિપ્લેક્સ જેમાં વધુ સ્ક્રીનો પૂરી પાડી અલગ અલગ ફિલ્મોના શૉ ચાલતા હોય છે. એમાં એક સ્ક્રીન (સિંગલ સ્ક્રીન) વાળા સિનેમાઘરો પ્રત્યે પ્રજાની ફિલ્મો જોવાની રૂચી ખૂબ જ ઘટી જતા સિંગલ સ્ક્રીન સિનેમાઘરો રાજ્યોમાં બંધ પડવા લાગ્યા. નૂકસાની, બેરોજગારીમાં ધકેલાઈ ગયો. મલ્ટિપ્લેક્ષો પણ વધુ ને વધુ ખાલી જવા લાગ્યા, એમાં કોવિડ-૧૯એ કમ્મરતોડ ભાગ ભજવ્યો પણ કોવિડ-૧૯નો અસ્ત થતા ફરી પાછી વિકાસની ગાડી સડસડાટ દોડતી થઈ જતા વિકાસ તરફ હરણફાળ ભરતી થઈ. આમાં છેલ્લા બે, ત્રણ વર્ષોમાં ઘણી હિન્દી ફિલ્મો હિટ, સુપરહીટ, વધીને બ્લોક બ્લસ્ટર્સ થઈ ફરી પાછા દર્શકોથી, ભીડોથી ઉભરાવવા લાગી. ફરી પાછા સિંગલ સ્ક્રીન સિનેમાઘરો પણ ફરી કાર્યરત થઈ જતા રોજગારી વધતા, નફો વધતા, દેશના વિકાસમાં પહેલા કરતાં પણ વધુ હિસ્સો બની જતા ચારે તરફ દર્શકો ખુશખુશાલ થઈ.. મનોરંજન માણતા થવા લાગ્યા.

કહેવું પડે ઘણી ફિલ્મો જેમાં નિર્માતા, દિગ્દર્શકો, અભિનેતાઓ, અભિનેત્રીઓ, પટ્ટકથા લખનાર, વિ. અલગ અલગ વિભાગોએ તનતોડ મહેનત કરી… પૂરા જોશથી ઉદ્યોગની તંદુરસ્તી મજબૂત કરી તે સર્વે ધન્યવાદના હક્કદાર છે જેથી કબુલ કરવું જ પડે કે ‘સિનેમાઘરો ફરી પાછા ધમધમવા લાગ્યા.’ મનોરંજન પણ જીવન જીવવાની એક કડી છે જે વધુ ને વધુ વિક્સિત થવી જ જોઈએ. અભિનંદન… સર્વને મનોરંજન પીરસનારોને… માણનારોને પણ…

  • શ્રી હર્ષદ દડિયા (શ્રી હર્ષ), ઘાટકોપર ઈસ્ટ.

સનાતમ ધર્મ માટે વિરોધ કેમ?

આજે હિંદુ ધર્મમાં સનાતન ધર્મને ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવ્યો છે, જ્યારે પણ ભગવાન ધરતી પર અલગ અલગ અવતાર ધારણ કરીને જન્મ લીધો છે. દરેક અવતારમાં ભગવાને સનાતન ધર્મના રક્ષણ માટે અનેક પ્રકારે રક્ષણ આપ્યું છે. આજે પણ કેવળ આપણાં દેશમાં નહીં પણ જ્યાં વિદેશમાં હિંદુઓ પોતાના પરિવાર સાથે રહીને સનાતન ધર્મને સાથે
રાખ્યો છે.

બીજી બાજુ રાજકીય પક્ષના મહાનુભવાનો હોદ્દા પર રહેલા સંતાનો જે પ્રકારનો જાહેરમાં સનાતન ધર્મનો વિરોધ કરીને દેશના હિંદુઓનું અપમાન કર્યું છે તે જરા પણ યોગ્ય નથી, જ્યારે પણ રાજકીય મહાનુભાવો પોતાનો રાજકીય હોદ્દા સંભાળ છે ત્યારે જાહેરમાં બેફામ બોલીને પોતાનું ધર્મનું અને દેશનું અપમાન કરતા હોય છે જ્યારે ચારે બાજુથી વિરોધનો વંટોળ ફેલાઈ છે અને પોતાનો હોદ્દો ગુમાવવાની તક આવતા જાહેરમાં માફી માગીને પોતાને હોંશિયાર માને છે.
સનાતન ધર્મનું રક્ષણ કરવું એ દરેક હિંદુ નાગરિકની ફરજ છે ખરેખર આવા પ્રકારના બેફામ મહાનુભાવો પોતાના હોદ્દા અને દેશને માટે લાયક નથી. આજે આપણા દેશમાં અનેક ધર્મના લોકો પોતાના ધર્મ પાળીને પોતાના ભગવાનને માનતા હોય છે. આમ ટુંકમાં કહેવાનું કે સનાતન ધર્મ એ ભગવાનનો ધર્મ છે અને સદા માટે હિંદુ ધર્મમાં જીવંત રાખીને રક્ષણ કરવું જોઈએ અને બેફામ બોલનાર સામે કાયદેસર પગલા લેવા જોઈએ.

  • ઘનશ્યામ એચ. ભરૂચા, વિરાર.

કૉંગ્રેસનું વૉટબૅંક પોલિટિક્સ!

તાજેતરમાં કૉંગ્રેસ નેતા મણીશંકર ઐયરે પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ વિરુદ્ધ નિવેદન કરી વિવાદ કર્યો. કૉંગ્રેસની નીતિ શું છે? તે સમજાતું નથી. ૧૯૯૨ની ઘટના બાદ તમામ કૉંગ્રેસી નેતાઓ રાવની પડખે હતા. શિવસેનાએ ખૂલ્લેઆમ બાબરી મસ્જિદ તોડવાનો દાવો કર્યો હતો છતાં કૉંગ્રેસે સત્તા માટે મહારાષ્ટ્રમાં કટ્ટર હિન્દુવાદી શિવસેના સાથે સરકાર બનાવી. બાટલા હાઉસ એન્કાઉન્ટર સમયે પી. ચિદમ્બરમે તેને યોગ્ય ગણાવ્યું હતું, જ્યારે દિગ્વિજય સિંહે તેને ફર્જી ગણાવ્યું હતું. મુંબઈ હુમલાની ઊંડી તપાસ બાબતે પણ કૉંગ્રેસનું વલણ ઠંડું રહ્યું હતું. કાશ્મીર મુદ્દે કૉંગ્રેસ ચૂપ છે. હવે કૉંગ્રેસે સ્પષ્ટ રાજનીતિ કરવી જોઈએ.

  • જગદીશ ડી. ઉપાધ્યાય
    વલ્લભવિદ્યા નગર
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button