આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
સોમવાર, તા. ૧-૧-૨૦૨૪, ઈસ્વીસન ૨૦૨૪ પ્રારંભ.
ભારતીય દિનાંક ૧૧, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા સવારે ક. ૦૮-૩૫ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે. ક. ૧૫-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૬ (તા. ૨)
ઓટ: સવારે ક. ૦૯-૨૯, રાત્રે ક. ૨૦-૫૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – પંચમી. ખ્રિસ્તી વર્ષારંભ ઈસ્વીસન ૨૦૨૪ પ્રારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, મુંડન કરાવવું નહીં. બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડના કામકાજ.
સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૨૨-૫૦, ચંદ્ર અસ્ત: ક. ૧૦-૫૯, બુધ ઉદય: ક. ૦૫-૫૭, બુધ અસ્ત: ક. ૧૬-૫૬, શુક્ર ઉદય: ક. ૦૪-૨૭, અસ્ત: ક. ૧૫-૩૨, મંગળ ઉદય: ક. ૦૬-૨૦, અસ્ત: ક. ૧૭-૦૯, ગુરુ ઉદય: ક. ૧૩-૫૬, અસ્ત: ક. ૦૨-૨૮, શનિ ઉદય: ક. ૧૦-૩૯, અસ્ત: ક. ૨૨-૦૩, (તા. ૧લીએ સૂર્યોદયના સમયે ધનુ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મિથુન રાશિ લગ્ન ઉદિત થાય છે.)
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ પ્રતિષ્ઠા મેળવે, શુક્ર-શનિ ચતુષ્કોણ અતિશય લાગણીવાળો સ્વભાવ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, શુક્ર-શનિ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ વક્રી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.