પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૭-૧૦-૨૦૨૪, લલિતા પંચમી, વિંછુડો,

ભારતીય દિનાંક ૧૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૪થો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૪ સુધી (તા. ૮મી), પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૩, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧, સ્ટા. ટા.

મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૧ (તા. ૮)
ઓટ: સવારે ક. ૦૭-૪૫, રાત્રે ક. ૧૯-૫૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – ચતુર્થી. લલિતા પંચમી, વિંછુડો, વિષ્ટિ ક. ૦૯-૪૮ સુધી, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.

શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શનિ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહીં, પર્વ નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નિત્ય થતાં દસ્તાવેજ, યંત્ર, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું.

નવરાત્રિ મહિમા: અગ્નિ દેવતાના પૂજનનો મહિમા પણ આજે છે. આજે ભગવતીના પાચમાં સ્વરૂપ ‘સ્ક્ધદમાતા’ની પૂજાનો મહિમા છે. માં પાર્વતી ભગવાન સ્ક્ધદ (કાર્તિકેય)ની માતા હોઇ, માં દુર્ગાનું આ સ્વરૂપ સ્ક્ધદમાતાના નામે ઓળખાય છે. શિવ યોગ સાધક સપ્તશતિ પાઠ પછી વિશુદ્ધિ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરી જાપ કરે છે. સાધકને જ્ઞાન-વિજ્ઞાન, મનની શક્તિ-એકાગ્રતા પ્રાપ્ત થાય, પ્રકાશપુંજ, દિવ્ય સુગંધ, દિવ્ય ધ્વનિનો અનુભવ થાય છે. વળી શાંતિદાયક અને કુદરતી સૌન્દર્યયુક્ત કલ્યાણકારી સ્થિતિ પ્રાપ્ત થાય છે. હિંમત-આત્મબળ પ્રગટે છે.

આચમન: બુધ-હર્ષલ ચતુષ્કોણ સ્વતંત્ર બુદ્ધિવાળા, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય.
ખગોળ જ્યોતિષ: બુધ-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button