આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), શનિવાર, તા. ૨૧-૯-૨૦૨૪, , ચતુર્થીનું શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૦૦, ભરણી શ્રાદ્ધ.
ભારતીય દિનાંક ૩૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૭મો મેહેર,ૉ સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૮મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ભરણી મધ્યરાત્રે ક. ૨૪-૩૫ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૪૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૩ (તા. ૨૨)
ઓટ: સવારે ક. ૦૭-૨૯, રાત્રે ક. ૧૯-૫૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ચતુર્થી. ચતુર્થીનું શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૦૦, ભરણી શ્રાદ્ધ.
મુહૂર્ત વિશેષ: યમદેવતાનું પૂજન, આમલીનાં ઔષધીય પ્રયોગો, યમ દેવતાનું પૂજન, માલ વેચવો, ખેતીવાડીનાં કામકાજ.
શ્રાદ્ધ પર્વ: ચતુર્થી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું, અવિવાહિત મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ આજ રોજ કરવું. જેમણે સમગ્ર જીવન તીર્થાટન કર્યુ નથી તેમનું શ્રાદ્ધ આજરોજ પુષ્કર અને ગયા તીર્થમાં ભરણી શ્રાદ્ધ કરવું. પિતૃઓનું શ્રાદ્ધ શ્રદ્ધા અને અંતરાત્માના આનંદના ભાવ સાથે કરવું જાઇએે. પિતૃઓનાં ઉધ્ધાર એવા ભાવ સાથે શ્રાદ્ધ કરવું જોઇએ. બાળકનો જન્મ થવો એજ એક કુદરતની હયાતીનું ઉદાહરણ છે. એમાં જ ઈશ્ર્વરનું અવતરણ આલેખાયેલું છે. જીવ શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર જ્યારે આગમન કરે છે ત્યારે તેનું માતા-પિતા સાથેનું ઋણ નિર્માણ થઈ જાય છે. માતા-પિતાને પ્રથમ ગુરુ, પ્રથમ દેવ તેથી જ આલેખેલા છે. દિવંગત માતા-પિતા અને કુટુંબી જનોનું શ્રાદ્ધ કરવું એ સંતાનોની ફરજ છે.
આચમન: બુધ-ગુરુ પ્રતિયુતિ ઉતાવળિયા, ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો ફર્યા કરે, ચંદ્ર-હર્ષલ યુતિ મૌલિક વિચારના, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય થાય.
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૨૨), ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૨૨), ચંદ્ર-સૂર્ય ત્રિકોણ.બુધ ઉત્તરા ફાલ્ગુની પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.