આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૫-૯-૨૦૨૪,
સામવેદી શ્રાવણી,
ભારતીય દિનાંક ૧૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨જો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૩,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
ભરતી : બપોરે ક. ૧૩-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૭ (તા. ૬)
ઓટ: સવારે ક. ૦૬-૩૭, રાત્રે ક. ૧૯-૧૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દ્વિતીયા. સામવેદી શ્રાવણી, મુસ્લિમ ૩જો રબી ઉલ અવ્વલ માસારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સૂર્ય-ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, વિદ્યારંભ, હજામત, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, પ્રથમ વાહન, નૌકા બાંધવી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, બી વાવવું, ધાન્ય ભરવું, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, જુઈ વાવવી, પરદેશગમનનું પસ્તાનું.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ કરકસરિયા, ચંદ્ર-શુક્ર યુતિ લોકોમાં પ્રિય. બુધ પશ્ર્ચિમમાં ખૂબ જ ઊંચે ૧૮.૧ અંશના અંતરે ઉપર રહે છે. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર યુતિ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.