પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૨૦-૭-૨૦૨૪, ચૌમાસી ચૌદસ (જૈન) વિષ્ટિ
ભારતીય દિનાંક ૨૯, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૪મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૮ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૨ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૫, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ – ઽ
ભરતી : સવારે ક. ૧૧-૨૮, રાત્રે ક. ૨૩-૧૮
ઓટ: સાંજે ક. ૧૭-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૪ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – ચતુર્દશી. ચૌમાસી ચૌદસ (જૈન), વિષ્ટિ રાત્રે ક. ૧૮.૦૦ થી મધ્યરાત્રિ પછી ૨૮-૫૭ (તા. ૨૧) સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, આંબાની ખીરનું નૈવેદ્ય ધરાવવું, પુરુસુક્ત, શ્રીસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ વાંચન, માલ વેંચવો, ખેતીવાડી, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ, આમળાના ઔષધીય પ્રયોગો.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, શુક્ર આશ્ર્લેષા નક્ષત્ર પ્રવેશ, ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ, ૨ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.