આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૧૬-૭-૨૦૨૪,
અષાઢી નવરાત્રિ સમાપ્તિ
ભારતીય દિનાંક ૨૫, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૦મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૩ સુધી (તા. ૧૭મી), પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં રાત્રે ક. ૧૯-૫૧ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર તુલા (ર, ત), વૃશ્ર્ચિકમાં (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૧ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ –
ભરતી : સવારે ક. ૦૮-૦૩, સાંજે ક. ૧૮-૫૬
ઓટ: બપોરે ક. ૧૩-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૬ (તા. ૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – દસમી. અષાઢી નવરાત્રિ સમાપ્તિ, મન્વાદિ, વિંછુડો પ્રારંભ ક. ૧૯-૫૧. સૂર્ય કર્ક રાશિમાં ક. ૧૧-૧૮, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ક. ૧૮-૧૧. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્રદેવતાનું પૂજન, સંક્રાંતિ પુણ્યકાળમાં સાંસારિક માંગલિક કાર્ય વર્જ્ય છે. પુણ્યકાળ પછી શુદ્ધ સમયમાં નક્ષત્ર સૂચિત કાર્યો થઈ શકે છે. સૂર્યોદયથી સાંજે ક. ૧૮-૧૧માં તીર્થમાં સંક્રાંતિ સ્નાનનો મહિમા છે. પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, સૂર્ય ઋષિ પિતૃતર્પણ, શ્રાદ્ધ, દાનનો મહિમા છે, શિવ રુદ્રાભિષેક કરવો, સાધુ-સંતોને ભોજન-દાન આપવું.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ મુસાફરીનો શોખ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ભાષાઓના જાણકાર, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ કાર્યદક્ષ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ ભાગીદાર સાથેના આર્થિક વ્યવહારમાં સંભાળવું, ચંદ્ર-મંગળ પરિવારજનોની સાથે ખટપટ ટાળવી જરૂરી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૧૭), ચંદ્ર-મંગળ પ્રતિયુતિ (તા. ૧૭).
ગ્રહગોચર: સૂર્ય-મિથુન/કર્ક, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.