આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૧૧-૭-૨૦૨૪,
દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી), શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન,
ભારતીય દિનાંક ૨૦, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ગાથા ૧ અહુનવદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૫મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૩-૦૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૧૯-૪૮ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૪૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૯ (તા. ૧૨)
ઓટ: સવારે ક. ૦૮-૨૫, રાત્રે ક. ૨૧-૪૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, અષાઢ શુક્લ – પંચમી. સ્કંદ પંચમી, શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન, અષાઢી પાંચમ, દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી), કુમાર છઠ, પારસી ૧૨મો સ્પેન્દાર્મદ માસારંભ.
સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, શ્રી મહાલક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ગુરુ-શુક્ર પૂજન, વિદ્યારંભ, નૌકા બાંધવી, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ઘર-ખેતર જમીન, મકાન-સ્થાવર લેવડદેવડ.
આચમન: સૂર્ય-શનિ ત્રિકોણ વડીલોમાં પ્રિય, ચંદ્ર-શનિ ચતુષ્કોણ કર્મઠ સ્વભાવ, ચંદ્ર-મંગળ ત્રિકોણ કાર્યદક્ષ, શુક્ર-નેપ્ચૂન ત્રિકોણ કાર્યક્ષેત્રે સતત નિપુણતા પ્રાપ્ત કરે, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સરકારી ઉચ્ચ સંબંધો.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-શનિ ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, શુક્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.