આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૧૦-૭-૨૦૨૪,
ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક ૧૯, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૧મો બેહમન,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૪થો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર મઘા સવારે ક. ૧૦-૧૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર:
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૦૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૮ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૦૭-૫૫, રાત્રે ક. ૨૧-૦૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – ચતુર્થી. ભદ્રા સમાપ્તિ ક. ૦૭-૫૧. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મઘા જન્મનક્ષત્ર, વ્યતિપાત જન્મયોગ, શાંતિ પૂજા, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, મૂંડન કરાવવું નહીં, બી વાવવું, ખેતીવાડી, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, મકાન, સ્થાવર લેવડદેવડના કામકાજ, શ્રી ગણેશ પૂજા વિશેષરૂપે, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, શ્રી તુલસીપૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત,શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સૂર્ય-બુધ પૂજા, વિશેષરૂપે સંકલ્પયુક્ત શ્રી યંત્રપૂજા, શ્રી મહાલક્ષ્મી પૂજા, શ્રીસુક્ત અનુષ્ઠાન, અભિષેક.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ શૅરબજારની આવક.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.